Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લામાં બે વિકાસ રથ ફરશે, કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે

|

Jul 05, 2022 | 4:52 PM

મહેસાણા (Mehsana)જિલ્લામાં તારીખ 5 જુલાઈથી તારીખ 19 જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરી જનજન સુધી પહોંચશે

Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લામાં બે વિકાસ રથ ફરશે, કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે
Mehsana Vikas Rath Meeting

Follow us on

ગુજરાતના(Gujarat) 20 વર્ષના  વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસ યાત્રાથી (Vikas Yatra) વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરાયું છે. મહેસાણા (Mehsana)જિલ્લામાં તારીખ 5 જુલાઈથી તારીખ 19 જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરી જનજન સુધી પહોંચશે.મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 5 મી જુલાઈએ સાંજે 5.00 વાગ્યે મહેસાણા તાલુકાના જોરણંગ ગામેથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવનાર છે.

15 દિવસ દરમિયાન મહેસાણા જિલ્લામાં રૂપિયા 347.99 લાખના 169 કામોનું લોકાર્પણ કરાશે

ગુજરાતે 20 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે. અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતે સિદ્ધિઓના નવા શિખરો સર કર્યા છે. ગુજરાતની આ વિકાસયાત્રાને ગામેગામ લઈ જવાની સાથો સાથ લોકોને મળતા લાભો ગામેગામ જઈને પહોંચાડવામાં આવશે. મહેસાણા જિલ્લામાં લોકહિતની વિવિધ યોજનાઓના 12,019 લાભાર્થીઓને રૂપિયા 12720.23 લાખના વિવિઘ સહાયના લાભો ઘર આંગણે જઈને અપાશે. એટલું જ નહીં, વંદે ગુજરાત વિકાસયાત્રાના 15 દિવસ દરમિયાન મહેસાણા જિલ્લામાં રૂપિયા 347.99 લાખના 169 કામોનું લોકાર્પણ અને રૂપિયા 158.61 કરોડના 104 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.

વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન

જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બે રથ અને શહેરી વિસ્તારમાં એક રથ પરિભ્રમણ કરશે. મહેસાણા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ તો કરશે જ, સાથોસાથ ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.મહેસાણા જિલ્લામાં ત્રણ રથ વિવિધ ગામો અને શહેરોમાં પરીભ્રમણ કરી નાગરિકોને જાગૃત કરનાર છે.આ 15 દિવસોમાં સવારે 09-30 કલાકથી 11-30 કલાક તેમજ સાંજે 04-30 થી 06-30 કલાક ગામમાં પરીભ્રમણ કરનાર છે.આ ઉપરાંત જે ગામમાં રથ આવનાર છે તેના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા સવારે 07 કલાકે પ્રભાતફેરી,આરોગ્ય વિભાગ દ્વારા સવારે 08 કલાકે યોગાભ્યાસ અને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સવારે 08-30 કલાકે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ ઉપરાંત વિકાસ રથના કાર્યક્રમના દિવસે બપોરે 01 કલાકથી 04 કલાક સુધી આયુષ્યમાન ભારત પી.એમ.જે..વાય કાર્ડ વિતરણ,કે.વાય.સી અપડેટ,તેમજ નિરામય ગુજરાત આરોગ્ય કેમ્પનુ આયોજન થનાર છે.આ દિવસે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિરણ,હુકમ વિતરણ,પ્રમાણપત્ર,સનદ અને કિટ વિતરણનું આયોજન કરાયું છે.જિલ્લામાં 05 જુલાઇથી પંદર દિવસ દરમિયાન યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના સફળ આયોજન માટે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે વિવિધ સૂચનો કર્યા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રાની યોજાયેલ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લા,તાલુકા અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Published On - 4:52 pm, Tue, 5 July 22

Next Article