મહેસાણામાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડુ, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થતા લોકોને હાલાકી

|

Jun 24, 2022 | 8:29 AM

ભારે પવન સાથે  બહુચરાજી(bahucharaji)  નજીક ફિંચડી અને હાંસલપુરમાં વાવાઝોડું ત્રાટક્યુ હતુ.જેના પગલે મકાનોના છાપરા ઉડ્યા અને અનેક નાના-મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા.

મહેસાણામાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડુ, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થતા લોકોને હાલાકી
Cyclone in Mehsana

Follow us on

ચોમાસાના(Monsoon 2022)  આગમન સાથે જ મહેસાણામાં(mehsana) વિનાશ વેરાયો છે.ભારે પવન સાથે  બહુચરાજી(bahuchraji)  નજીક ફિંચડી અને હાંસલપુરમાં વાવાઝોડું ત્રાટક્યુ હતુ.જેના પગલે મકાનોના છાપરા ઉડ્યા અને અનેક નાના-મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા..જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી

રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurashtra) બાદ હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે.સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માંગરોળમાં મેઘરાજા મહેરબાન થયા હતા. અહીં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના કુંકાવાવ અને જામનગરના ધ્રોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ તરફ યાત્રાધામ પાવાગઢ અને બહુચરાજીમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તો વડોદરાના(vadodara) ડભોઈમાં પણ ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે.તો સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે.જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે.સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ, પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Published On - 8:26 am, Fri, 24 June 22

Next Article