મહેસાણાનું અનોખું કરાઓકે ગૃપ, બાથરૂમ સિંગરોને પણ મળ્યું પ્લેટફોર્મ, સરકારી કર્મચારીઓ દ્વારા શરૂ કરાયું સિંગિંગ ગૃપ

મહેસાણામાં બાથરૂમ સિંગરોને (Bathroom Singer) પણ પ્લેટફોર્મ મળ્યું છે. આ આનોખા ગ્રુપ દ્વારા મહેસાણાના નાગલપુર સ્થિત વૃદ્ધાશ્રમમાં પણ વૃદ્ધોને મનોરંજન માટે આવો સ્ટેજ પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો.

મહેસાણાનું અનોખું કરાઓકે ગૃપ, બાથરૂમ સિંગરોને પણ મળ્યું પ્લેટફોર્મ, સરકારી કર્મચારીઓ દ્વારા શરૂ કરાયું સિંગિંગ ગૃપ
મહેસાણાનું અનોખું કરાઓકે ગૃપ
Manish Mistri

| Edited By: Jayraj Vala

May 30, 2022 | 7:31 PM

Mehsana: મહેસાણામાં બાથરૂમ સિંગરોને (Bathroom Singer) પણ પ્લેટફોર્મ મળ્યું છે. મહેસાણામાં સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નયન જોશી દ્વારા પોતાના ગીત સંગીતના શોખને લઈને કરાઓકે પર ગીત ગાતા હતા. અને તેઓએ બનાવેલ ગ્રુપમાં ધીમે ધીમે બીજા લોકો પણ જોડાતા ગયા. 3 વર્ષ અગાઉ આવા ગીત ગાવાના શોખીન બાથરૂમ સિંગરોનું તેઓએ ગ્રુપ બનાવ્યું અને આ ગ્રુપને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. જે આજે ત્રણ વર્ષથી દર મહિને એક વાર એકઠા થઈને મફતમાં સ્ટેજ પ્રોગ્રામ કરે છે. આ ગ્રુપ દ્વારા મહેસાણાના નાગલપુર સ્થિત વૃદ્ધાશ્રમમાં પણ વૃદ્ધોને મનોરંજન માટે આવો સ્ટેજ પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો. જ્યાં નવા સિંગરોએ સ્ટેજ પર કરાઓકે મ્યુઝિક પર સદાબહાર ગીતો રજૂ કર્યા હતા. આમ, એક સરકારી કર્મચારીનો શોખ અને સારા પ્રયત્નથી આજે બાથરૂમ સિંગરોને પણ પ્લેટફોર્મ મળી ગયું છે.

કરાઓકે ગ્રુપની શરૂઆત કરનાર નયન જોશીના જણાવ્યા અનુસાર તેઓને ગીતો ગાવાનો શોખ હતો. અને ધીમે ધીમે તેઓ કરાઓકે મુઝિક પર ગીતો ગાવાનું શરુ કર્યું. જેની મિત્રો સાથે ચર્ચા થતા અન્ય ગીત સંગીતના શોખીન લોકો એ પણ રસ દાખવ્યો. અને વિચાર આવ્યો કે, બાથરૂમ સિંગરોએ પણ એક ગ્રુપ બનાવીને નાનો એવો સ્ટેજ શો કેમ ન કરીએ. તેના માટે સૌ પહેલા નયન જોશીએ માટે ગ્રુપ મેમ્બરોએ જ એકઠા થઈને કરાઓકે મ્યુઝિક પર ગીતો ગાવાનું શરૂ કર્યું. અને નવા સિંગરો એવા ગીત ગાવાના શોખીન લોકોનો આત્મ વિશ્વાસ વધવા લાગ્યો. અને પોતાનો આત્મ વિશ્વાસ વધતા નાના પાયે સ્ટેજ કાર્યક્રમો પણ શરૂ કર્યા.

બાથરૂમ સિંગરોનો આત્મવિશ્વાસ વધતા કોઈના બર્થ ડે કે અન્ય એવા નાના નાના કાર્યક્રમોમાં આ ગ્રુપએ મફતમાં જવાનું શરૂ કર્યું. અને ગ્રુપ માટે પણ કોઈ એવી સામાજિક સંસ્થામાં જઈને મહિને એક વાર આ ગ્રુપ કરાઓકે પર ગીતોનો સ્ટેજ કાર્યક્રમ પણ કરી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ મહેસાણાના નાગલપુર સ્થિત વૃદ્ધાશ્રમમાં પણ યોજવામાં આવ્યો હતો. જ્યાં ઉપસ્થિત વૃદ્ધો એ પણ આ બાથરૂમ સિંગરોને સુરીલા ગીતો ગાતા મોજ માણી હતી. તો કેટલાક વૃદ્ધો નાચી પણ ઉઠ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati