Mehsana: મચ્છરની નાબુદી માટે ડ્રોનથી કરાશે દવાનો છંટકાવ

હાઇરાઈઝ બિલ્ડીંગ, ખાબોચિયા, તળાવોમાં ભરાયેલ પાણીના ડ્રોનની મદદથી ફોટા લઈને મચ્છરના લાર્વાની નાબૂદી કરવા દવાઓનો છંટકાવ કરવામાં આવશે. ડ્રોનની  (Drone) મદદથી ઉંચી બિલ્ડીંગ પર ભરાતા પાણી, મોટા તળાવો અને ખાબોચિયા જેવા વિસ્તારોમાં ભરાયેલ પાણીની જગ્યાઓને શોધીને હેવી ડ્યુટી ઓટોમેટીક સ્પ્રે ડ્રોનના ઉપયોગથી લાર્વીસાઈડ છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે.

Mehsana: મચ્છરની નાબુદી માટે ડ્રોનથી કરાશે દવાનો છંટકાવ
Spraying of medicine will be done by drone for mosquito eradication in Mehsana district
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 10:48 PM

રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે તેમજ વરસાદ બાદ મચ્છરની સમસ્યા વ્યાપક બની છે, ત્યારે રાજ્યમાં મહેસાણા (Mehsana) ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh patel) દ્વારા ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વીસાઇડ (BTI) છંટકાવના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ (AI) અને મશીન લર્નીંગ (ML)ના સુગમ્ય સમન્વયના પરિણામે આરોગ્યક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે. નોંધનીય છે કે દેશમાં સંભવિત પ્રથમ વખત ઓર્ગેનિક લાર્વીસાઈડ છંટકાવ માટે આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ (AI) અને મશીન લર્નીંગ (ML) સેન્સર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી આ પ્રકારના વિસ્તારોનું સર્વે કરીને તેના ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે. જે જી.પી.એસ. આધારિત જોડાયલ સિસ્ટમથી ક્લાઉડ ઉપર તમામ ઈમેજને અપલોડ કરે છે. આરોગ્યકર્મીઓ દ્વારા ક્લાઉડને ઓપન કરીને ફોટાગ્રાફ્સ અને જે-તે વિસ્તારની સમગ્ર માહિતી એકત્રિત કરવામાં આવે છે.

હાઈરાઈઝ બિલ્ડિંગ સહિતના ફોટા લેશે ડ્રોન

હાઈરાઈઝ બિલ્ડીંગ, ખાબોચિયા, તળાવોમાં ભરાયેલ પાણીના ડ્રોનની મદદથી ફોટા લઈને મચ્છરના લાર્વાની નાબૂદી કરવા દવાઓનો છંટકાવ કરવામાં આવશે. ડ્રોનની  (Drone) મદદથી ઉંચી બિલ્ડીંગ પર ભરાતા પાણી, મોટા તળાવો અને ખાબોચિયા જેવા વિસ્તારોમાં ભરાયેલ પાણીની જગ્યાઓને શોધીને હેવી ડ્યુટી ઓટોમેટીક સ્પ્રે ડ્રોનના ઉપયોગથી લાર્વીસાઈડ છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે પાણી ભરાયેલ વિસ્તારમાં મચ્છર ઈંડા મુકે છે. આ ટેકનોલોજી દ્વારા લાર્વા મચ્છરમાં રૂપાંતરિત થાય તે પહેલા જ તેનો લાર્વીસાઈડ સ્પ્રે કરી નિયંત્રણ કરવામાં આવે છે. આ આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગનું નિયંત્રણ કરવામાં આરોગ્ય વિભાગને સહાય મળશે. જે વિસ્તારોમાં ગ્રાઉન્ડ સર્વેલન્સ ટીમનું પહોંચવું મુશ્કેલ છે, તેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી સ્પ્રેનો છંટકાવ કરવામાં આવશે.

ડ્રોન ટેકનોલોજીની મદદથી આ પ્રકારના વિસ્તારોનું સર્વે કરીને તેના ફોટોગ્રાફ્સ લેવામાં આવે છે. જે જી.પી.એસ. આધારિત જોડાયલ સિસ્ટમથી ક્લાઉડ ઉપર તમામ ઇમેજને અપલોડ કરે છે. આરોગ્યકર્મીઓ દ્વારા ક્લાઉડને ઓપન કરીને ફોટાગ્રાફ્સ અને જે-તે વિસ્તારની સમગ્ર માહિતી એકત્રિત કરવામાં આવે છે.

આ પણ વાંચો

અન્ય તબક્કામાં આ ડ્રોનની મદદથી મચ્છરના લાર્વા અથવા જંતુનાશક દવાઓના છંટકાવ માટે જે-તે વિસ્તારમાં ડ્રોન મોકલીને તે વિસ્તારોમાં ઓર્ગેનિક લાર્વીસાઈડનો છંટકાવ કરવામાં આવે છે. મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, ડો. મહેશ કાપડિયા (CDHO) અને તેમની આરોગ્ય ટીમ દ્વારા સમગ્ર પહેલ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે રાજ્યમાં  હાલમાં વરસાદ બાદ મોટા ભાગના શહેરોમાં મચ્છરની સમસ્યા વ્યાપક બની છે અને  ઠેર ઠેર શહેરોમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે આ  પ્રકારની પહેલથી જો મચ્છરની સમસ્યામાં ફરક પડશે તો તેનાથી જનતાને પણ રાહત મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">