Mehsana : વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવાની ભલામણ કરવાના કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા કોર્ટમાં રહ્યા હાજર

|

Oct 06, 2022 | 2:57 PM

Mehsana: વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનાવવા માટે ભલામણ કરવાના કેસમાં કોર્ટના સમનને પગલે શંકસિંહ ચૌધરી અને અર્જુન મોઢવાડિયા મહેસાણા કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં ઉલટ તપાસ દરમિયાન તેમણે 8 જૂલાઈ 2020ના દિવસે વિપુલ ચૌધરીને ચેરમેન બનાવવા અંગે ભલામણ પત્ર લખ્યાનું સ્વીકાર્યુ હતુ.

Mehsana : વિપુલ ચૌધરીને  NDDBના ચેરમેન બનાવવાની ભલામણ કરવાના કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા કોર્ટમાં રહ્યા હાજર
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય તેવા એંધાણ

Follow us on

વિપુલ ચૌધરી (Vipul Chaudhari)ને NDDBના ચેરમેન બનાવવા માટે ભલામણ કરવાના કેસમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Shankarsing Vaghela) અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા મહેસાણા કોર્ટમાં હાજર રહ્યાં. શંકરસિંહ વાઘેલાએ કોર્ટમાં કહ્યું કે 8 જુલાઈ 2020ના દિવસે ભલામણ પત્ર લખ્યાનું સ્વીકાર્યું હતું. શંકરસિંહએ કોર્ટમાં ભલામણ પત્રની નકલને પણ ઓળખી બતાવી હતી. તો અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadiya) એ કહ્યું કે વિપુલ ચૌધરી તે સમયે ચેરમેન હતા અને યોગ્ય વ્યક્તિ લાગતા ભલામણ કરી હતી, જો કે નિમણૂંકનો અંતિમ નિર્ણય તો સત્તાધીશોએ લેવાનો હતો. શંકરસિંહ અને મોઢવાડિયાએ રાજકીય કિન્નાખોરી રાખીને હેરાન કરવાનો સરકાર પર આરોપ લગાવ્યો.

મહેસાણા કોર્ટમાં હાજર થયા શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા

આ તકે કોર્ટમાંથી બહાર આવ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ કે મહેસાણા કોર્ટનું સમન્સ હતુ કે સાક્ષી તરીકે છઠ્ઠી તારીકે કોર્ટમાં હાજર થાઉ. જે કંઈ પૂછીએ એની જુબાની આપો. જેમા જજના પૂછવા પ્રમાણે વિપુલ ચૌધરીની ભલામણ NDDBના ચેરમેન તરીકે કરેલી. જેમા હા પાડી. કોર્ટમાં વકીલે શંકરસિંહની ઉલટ તપાસ કરી હતી. જેમા શંકરસિંહે પોલીસે અગાઉ કોઈ નિવેદન નહીં લીધુ હોવાનો સ્વીકાર કર્યો હતો. ઉપરાંત જે તે સમયે સાગરદાણ, પશુદાણ મહારાષ્ટ્રમાં મોકલ્યુ તેની છાપા દ્વારા જાણ થઈ હોવાનુ શંકરસિંહે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ સમગ્ર દેશમાં સિસ્ટમ છે કે જ્યાં દુષ્કાળ હોય ત્યાં મદદ કરવી અને દુષ્કાળમાં વિપુલ ચૌધરીએ મદદ કરી હતી. વધુમાં ભલામણ કરવા અંગે શંકરસિંહે જણાવ્યુ કે અગાઉથી ચાલી આવતી સિસ્ટમ પ્રમાણે અમે ભલામણ કરી હતી. વિપુલ ચૌધરી મિલ્ક માર્કેટિંગના તે સમયે ચેરમેન હતા, જેને લઈને પ્રોપર વ્યક્તિ હોવાથી ભલામણ કરી હતી.

આ તકે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ કે એ ભલામણ જૂદા જૂદા સહકારી આગેવાનો પ્રજાના પ્રતિનિધિઓ અને પશુપાલકો સાથે ચર્ચા કરીને એમના નામની ભલામણ કરી હતી. ઉપરાંત ભલામણ પત્રો પણ લખ્યા હતા. એ બાબતે કોર્ટનું સમન્સ હતુ અને કોર્ટ સમક્ષ પણ આજ વાત જણાવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોર્ટમાં હાજર થયા બાદ “સાક્ષી હુંકાર મહાસંમેલન”માં હાજરી આપી

મહેસાણા કોર્ટમાં હાજરી આપ્યા બાદ, શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ “સાક્ષી હુંકાર મહા સંમેલન”માં હાજરી આપી. મહત્વપૂર્ણ છે કે “સાક્ષી હુંકાર મહા સંમેલન” વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાયુ હતું.

Next Article