Mehsana : ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકની વધી, પીવાના પાણીની સમસ્યા હળવી થશે

|

Jul 20, 2022 | 6:30 PM

મહેસાણા(Mehsana)જિલ્લાના ધરોઇ ડેમમાં(Dhroidam) વરસાદી પાણીની આવક વધી છે. જેમાં ડેમની હાલની જળસપાટી 595.01 ફૂટ થઈ છે. જ્યારે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ છે.

Mehsana : ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકની વધી, પીવાના પાણીની સમસ્યા હળવી થશે
Mehsana Dharoi Dam
Image Credit source: File Image

Follow us on

ગુજરાત (Gujarat) અને રાજસ્થાનના સતત વરસી રહેલા વરસાદના પગલે મહેસાણા(Mehsana)જિલ્લાના ધરોઇ ડેમમાં(Dhroi dam) વરસાદી પાણીની આવક વધી છે. જેમાં ડેમની હાલની જળસપાટી 595.01 ફૂટ થઈ છે. જ્યારે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ છે. તેમજ ડેમમાં ઉપરવાસમાં વરસાદી પાણીની આવક 38055 ક્યુસેક છે. તેમજ હાલ ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો 26.12 ટકા થયો છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગયા અઠવાડિયામાં ભારે વરસાદ અને થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે ફરી એકવાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. તેવામાં હવામાન વિભાગે આગામી 5 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગયા અઠવાડિયામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ હતો પણ આ વખતે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે મામલતદાર દ્રારા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં તા. 20 જુલાઈ-2022 સુધીમાં 56054 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 184619 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 319839 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 57.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જયારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત) માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકા થી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 19 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 11 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. ડેમની જળસપાટીમાં એક દિવસમાં દોઢ મીટરનો વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાણીની આવક 1,08,932 ક્યુસેક થઇ છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 121.71 મીટરે પહોંચી છે. પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસનું એક યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. પાવરહાઉસ ચાલુ કરતા નર્મદા નદીમાં 19,858 ક્યુસેક પાણી છોડાયું છે. સરદાર સરોવરમાં પાણીનો કુલ જથ્થો 1527.80 મિલીયન ક્યુબીક મીટર થયો છે. હાલ દર કલાકે જળ સપાટી પાંચ સેન્ટિમીટર વધી રહી છે.

(With Input, Manish Mishtri) 

Next Article