Mehsana : ગણપત વિશ્વ વિદ્યાલયમાં કરવામાં આવી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

|

Jan 25, 2023 | 5:16 PM

Mehsana News : આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં હોય છે. મતદારો અનન્ય લોકશાહીનો પાયો હોય છે.

Mehsana : ગણપત વિશ્વ વિદ્યાલયમાં કરવામાં આવી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
મહેસાણામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

Follow us on

મહેસાણાના ગણપત વિશ્વ વિદ્યાલયમાં “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ સાથે તેરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં હોય છે. મતદારો અનન્ય લોકશાહીનો પાયો હોય છે. ત્યારે મતદાન જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી.

“રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી

મહેસાણા જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી જીવંત છે, દેશના 130 કરોડથી વધુ લોકો દ્વારા ભરાયેલા એક ડગલાથી રાષ્ટ્ર એક કદમ આગળ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણીનું વિશેષ મહત્વ છે. રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં યુવાનોનું વિશેષ મહત્વ છે. તેઓ મતદાન જાગૃતિમાં વધુ યોગદાન આપે તે જરૂરી છે.

જિલ્લા કલેકટર એમ નાગરાજને ઉમેર્યું હતું કે, ભારત વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી વિશ્વમાં નામના મેળવી છે, ભારત જ્યારે જી-20નું પ્રમુખપદ સંભાળી રહ્યુ છે, જે આપણા માટે ગૌરવની વાત છે ત્યારે યુવાનોએ પણ રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન બાબતે વિશેષ ચિંતન કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટર એમ નાગરાજને યુવા પેઢીને વ્યસોનોથી દુર રહેવા જણાવી રાષ્ટ્ર નિર્માણ કાર્ય થકી નવા ભારતના નિર્માણ માટે ખાસ અનુરોધ કર્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, ભારતમાં સૌથી મોટા પર્વ લોકશાહીની ઉજવણી થાય છે. જે લોકશાહીના મૂળિયા કેટલા મજબૂત છે તે જણાવે છે. તેમણે યુવા મતદારો, દિવ્યાંગ મતદારો તેમજ સિનિયીર સીટીઝનોને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે મતદાન જાગૃતિ પ્રવૃત્તિની સુપેરે કામગીરી કરનાર નોડલ અધિકારી એ.કે. મોઢનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મતદાન સમયે અને મતદાન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બી.એલ.ઓ., સુપરવાઇઝર સહિત કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોંચ થયેલ “મેં ભારત હું” ગીત રજૂ કરાયું

જિલ્લા કલેકટર એમ નાગરાજને દિવ્યાંગ મતદારો તેમજ સીનિયીર સીટીઝન મતદારોને શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. તો એપીક કાર્ડ મેળવનાર યુવા મતદારોને કાર્ડ આપી સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે ચૂંટણી પંચ દ્વારા લોન્ચ થયેલા ‘મેં ભારત હુ’ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈપણ રીતે પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા નાગરિકોને મતદાર ઈ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે, જેની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.

Next Article