AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : મહેસાણામાં ગુમ થયેલો ધોરણ 10નો વિદ્યાર્થી હેમખેમ મળી આવ્યો, શાળાએથી નીકળ્યા બાદ ગુમ થયો હતો

Video : મહેસાણામાં ગુમ થયેલો ધોરણ 10નો વિદ્યાર્થી હેમખેમ મળી આવ્યો, શાળાએથી નીકળ્યા બાદ ગુમ થયો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 4:56 PM
Share

યશ યોગી નામનો ધો.10નો વિદ્યાર્થી ગુમ થયો હતો. તે મહેસાણાની (Mahesana) એક્ઝોટીકા સ્કૂલમાંથી પરીક્ષા આપી નિકળ્યા હતો. તે શાળાથી સાયકલ લઇને પોતાની સોસાયટી સુધી પહોંચ્યો હતો.

મહેસાણામાં ગુમ થયેલ ધોરણ 10નો વિદ્યાર્થી હેમખેમ પરત મળી આવ્યો છે. આ વિદ્યાર્થી વિસનગરના ગુંજાળા બસ સ્ટેન્ડથી મળ્યો છે. યશ યોગી નામનો ધો.10નો વિદ્યાર્થી ગુમ થયો હતો. તે મહેસાણાની એક્ઝોટીકા સ્કૂલમાંથી પરીક્ષા આપી નિકળ્યા હતો. તે શાળાથી સાયકલ લઇને પોતાની સોસાયટી સુધી પહોંચ્યો હતો. બાદમાં તે ગુમ થયો હતો. આ વિદ્યાર્થી સાયકલ પર જતો હોય તેવા CCTV ફૂટેજ પણ મળ્યાં હતા. જેના આધારે મહેસાણા પોલીસે વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી હતી. જો કે તે સલામત પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ જ રીતે આજે અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલનો ગુમ વિદ્યાર્થી પણ મળી આવ્યો છે. આ બાળક કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર પાર્સલ વચ્ચે બેઠેલી હાલતમાં બાળક મળી આવ્યો છે. ઘટનામાં બાળકના વાલીઓ તેમજ અન્ય વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો કર્યો હતો અને બાળકને શોધી લાવવા માગ કરી હતી. જે પછી પોલીસને બાળક કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે.

આ બાળક ઠંડીથી બચવા માટે કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર-4 પર પાર્લસ વચ્ચે બેસી ગયો હતો. પરિવારજનોની શોધખોળ વચ્ચે બાળક રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. ગુમ બાળક ખાધા-પીધા વિના ઠંડીમાં ઠુંઠવાયો હોવાનું સામે આવ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">