મહેસાણા : વિજાપુરના વસઇ ખાતે રૂ 94.71 લાખના ખર્ચે નિર્મિત નવીન બસ સ્ટેશનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

વસઇ બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમણભાઇ પટેલે જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારમાં પરીવહનની ઉત્તમ સુવિધા ઉપલ્બધ થઇ છે. રાજ્યનો એસ.ટી વિભાગ રાષ્ટ્રીય કક્ષાના પરીણામો હાંસલ કરવાની નેમ ધરાવે છે.

મહેસાણા : વિજાપુરના વસઇ ખાતે રૂ 94.71 લાખના ખર્ચે નિર્મિત નવીન બસ સ્ટેશનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
Mehsana: MLA inaugurates new bus station at a cost of Rs 94.71 lakh at Vasai, Vijapur
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 21, 2022 | 5:15 PM

મહેસાણા જિલ્લાના વિજાપુર (Vijapur)તાલુકાના વસઇ ખાતે રૂ 94.71 લાખના ખર્ચે અધત્તન સુવિધા સભર નાગરિકોની સુખાકારી માટે નવીન બસ સ્ટેશનનું (new bus station)લોકાર્પણ વિજાપુરના ધારાસભ્ય રમણભાઇ પટેલના (MLA Ramanbhai Patel)હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુખ અને સુવિધામાં વધારો થાય તે દિશામાં આર. સી. સી ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેશનો બનાવાઇ રહ્યા છે.

વસઇ ખાતે બનાવેલ બસ સ્ટેશન 3,440 ચોરસ મીટર જમીન વિસ્તારમાં 309 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવેલ છે. 03 પ્લેટફોર્મ સહિત વેઇટીંગ હોલ, ટીકીટ અને પાસ રૂમ, ડ્રાઇવર અને કંડકટર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ કમ શોપ સહિતની સુવિધા બનાવાઇ છે.

વસઇ બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમણભાઇ પટેલે જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારમાં પરીવહનની ઉત્તમ સુવિધા ઉપલ્બધ થઇ છે. રાજ્યનો એસ.ટી વિભાગ રાષ્ટ્રીય કક્ષાના પરીણામો હાંસલ કરવાની નેમ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે 16 વિભાગો, 125 ડેપો , 226 બસ સ્ટેન્ડ સાથે 1554 પીકઅપ સ્ટેન્ડ ધરાવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અત્રે ઉલ્લેખનીય છેકે સમગ્ર રાજ્યમાં મહેસાણા એસ.ટી વિભાગે કર્મયોગીઓના સાથ અને સહકારથી ડિઝલની એવરેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને પ્રવાસ મંત્રી અરવિંદભાઇ રૈયાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવનિર્મતિ વસઇ બસ સ્ટેશન લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયત વિજાપુર પ્રમુખ ભાવિકભાઇ પટેલ, વિભાગીય નિયામક એસ.ટી વી.એલ ચૌધરી, પુર્વ ધારાસભ્ય કાન્તીભાઇ પટેલ, બાંધાકામ સમિતિ જિલ્લા પંચાયત ચેરમેન રાજુભાઇ પટેલ સહિત એસ.ટીના અધિકારીઓ, પદાધિકારીઓ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

આ પણ વાંચો : Russia-Ukraine: યુક્રેન પર ‘મહાકાય બોમ્બ’થી હુમલો કરી શકે છે રશિયા ! વ્લાદિમીર પુતિને યુદ્ધ માટે બનાવી ખતરનાક યોજના

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">