Mehsana : કડી નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરાઈ

|

May 12, 2022 | 5:21 PM

મહેસાણા કડી નગરપાલિકાએ(Kadi Nagarpalika) છેલ્લા ત્રણ દિવસથી દબાણ હટાવો ઝુંબેશ અંતગર્ત ગેરકાયદે દબાણો દૂર કરનારાને નોટિસ પાઠવી હતી. તેમજ આગામી દિવસના આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે.

Mehsana : કડી નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરાઈ
Kadi Nagar Palika Building (File Image)

Follow us on

ગુજરાતના(Gujarat) અનેક મહાનગરો અને નગરપાલિકાઓ દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત મહેસાણાની(Mehsana) કડી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર  કડી નગરપાલિકા(Kadi Nagarpalika) દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 400 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેના લીધે ગેરકાયદે બાંધકામ કરનારા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ ઉપરાંત બીજી તરફ જે વિસ્તારોમાં અડચણરૂપ દબાણ દૂર થયા છે ત્યાં લોકોમાં ખુશીનો માહોલ છે.કડી શહેરના સિવિલ કોર્ટ, પાયગા સ્કૂલ, કરણપુરા ઘુમતીયા, ચબૂતરો ચોક, ભાગ્યોદય હોસ્પિટલ, માર્કટ યાર્ડ રોડ, સહારા સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદે  દબાણો  નગરપાલિકાએ દૂર કર્યા છે.

કડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં દુકાનો આગળ વેપારીઓ દ્વારા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા. તેમજ તેમને વારંવાર નોટિસ પણ આપવામાં આવી હતી. તેમ છતાં આ દબાણો દૂર કરવા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના પગલે જાહેર રોડ સાંકડા થતાં જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. જેના પગલે નગરપાલિકા દ્વારા આખરે જાહેર રોડ પર કરવામાં આવેલા અડચણરૂય બાંધકામને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કડી નગરપાલિકાએ છેલ્લા ત્રણ દિવસથી દબાણ હટાવો ઝુંબેશ અંતગર્ત ગેરકાયદે દબાણો દૂર કરનારાને નોટિસ પાઠવી હતી. તેમજ આગામી દિવસના આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે. કડી નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરતી વખતે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

Next Article