Mehsana : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉનાવા તેમજ ખેરાલુમાં પોલીસ રહેણાંક આવાસોનુ ઇ-લોકાર્પણ કર્યું

|

May 29, 2022 | 4:54 PM

મહેસાણા(Mehsana) જિલ્લા પોલીસ વિભાગ માટે આજે ઉનાવા એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉનાવા પોલીસ સ્ટેશન તેમજ ઉનાવા અને ખેરાલુમાં પોલીસ રહેણાંક આવાસોનુ ઇ લોકાર્પણ કરવા માં આવ્યું હતું.

Mehsana : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉનાવા તેમજ ખેરાલુમાં પોલીસ રહેણાંક આવાસોનુ ઇ-લોકાર્પણ કર્યું
Mehsana HM Amit Shah E- Lokarpan police residences in Unava and Kheralu

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાત માં અનેક વિકાસકામો ના આજે લોકાર્પણ કરવા માં આવ્યા છે.જેમાં મહેસાણા(Mehsana) જિલ્લા પોલીસ વિભાગ માટે આજે ઉનાવા એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉનાવા પોલીસ સ્ટેશન તેમજ ઉનાવા અને ખેરાલુમાં પોલીસ રહેણાંક(Police Residence)  આવાસોનુ ઇ લોકાર્પણ કરવા માં આવ્યું હતું. ઊંઝા ના ઉનાવા એપીએમસી માં આયોજિત લોકાર્પણ કાર્યક્રમ મોટી સંખ્યા માં સ્થાનિક અગ્રણીઓની સાથે લોકો જોડાયા હતા ત્યારે લોકાર્પણ બાદ પોલીસ વિભાગને આવાસ ની સવલત મળી છે તો લોકોને તાત્કાલિક સેવા પણ પ્રાપ્ત થશે.

રાજ્યના 27 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે નડિયાદથી વિવિધ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનીઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાયું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ તમામ જીલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સંબંધિત જીલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે

અમિત શાહે જણાવ્યુ કે પોલીસ જવાનો વાર અને તહેવાર જોતા નથી. આપણી સુરક્ષા માટે તેઓ રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. એમા આપણે બદલાવ નથી કરી શકતા પણ 31 હજાર પોલીસ જવાનોને ઘર આપી આપણે એટલુ સુરક્ષિત કરી શકીએ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખવા માટે બેઠી છે. અમિત શાહે કહ્યુ કે આજે ગૌરવ સાથે હું કહુ છુ કે દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે છે. તેનું આપણે ગૌરવ લેવુ જોઇએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેમણે જણાવ્યુ કે પોલીસ જવાનો વાર અને તહેવાર જોતા નથી. આપણી સુરક્ષા માટે તેઓ રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સંભાળે છે. એમા આપણે બદલાવ નથી કરી શકતા પણ 31 હજાર પોલીસ જવાનોને ઘર આપી આપણે એટલુ સુરક્ષિત કરી શકીએ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખવા માટે બેઠી છે. અમિત શાહે કહ્યુ કે આજે ગૌરવ સાથે હું કહુ છુ કે દેશભરમાં પોલીસ સેટીસફેક્શન રેશિયોમાં ગુજરાત પ્રથમ નંબરે છે. તેનું આપણે ગૌરવ લેવુ જોઇએ.

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા ગુજરાત રાજયમાં અલગ અલગ શહેર જીલ્લાઓ ખાતે નવનિર્મીત બિનરહેણાંક અને રહેણાંક આવાસો પોલીસ સ્ટેશનો તથા સી.આઇ.ડી. આઇ.બી. કચેરી બિલ્ડીંગના લોકર્પણ કાર્યક્રમ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આજે થયુ હતુ જેમા મુખ્યમંત્રી તથા ગૃહ રાજય મંત્રી ગુજરાત પણ જોડાયા હતા

(With Input, Manish Mistri, Mehsana) 

Published On - 4:52 pm, Sun, 29 May 22

Next Article