Mehsana : સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા આપ્યું પ્રોત્સાહન

|

Jun 03, 2022 | 8:42 AM

મહેસાણા (Mehsana) ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Hars sanghvi) તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના  ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોમાં સહભાગી થવા ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.  

Mehsana : સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા આપ્યું પ્રોત્સાહન
Mehsana: Cricket tournament concludes, Home Minister Harsh Sanghvi encourages players

Follow us on

મહેસાણામાં (Mehsana) જિલ્લા કક્ષાના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે મહેસાણા ખાતે સાંસદ શારદાબેન પટેલ દ્વારા આયોજિત કરવામાં આવેલી ક્રિકેટ ટુર્નામેન્ટની (Cricket Tournament) પૂર્ણાહૂતિ થઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Ruhsikesh patel) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ ટુર્નામેન્ટમાં સહભાગી થયેલી મહિલા ટીમ તેમજ દિવ્યાંગજનોની ટીમને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વિજેતા ટીમને વિજેતા ટીમને રૂ.૧,૧૧,૧૧૧ , રનર્સ અપ ટીમ ને રૂ.૫૧,૦૦૦, મેન ઓફ ધ સીરીઝ ને રૂ.૨૧,૦૦૦, બેસ્ટ બેટ્સ મેન રૂ,૧૧,૦૦૦ ઇનામ ને ટ્રોફી આપવામાં આવી હતી. તો સહભાગી થયેલા દરેક ખેલાડીને ટી-શર્ટ અને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે ખેલ સ્પર્ધા માં ભાગ લે અને તેમનામાં રહેલી પ્રતિભાનો વિકાસ થાય અને આ ખેલાડીઓ રાજ્ય, દેશ અને છેક વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધિ મેળવે તે માટે આવી સ્પર્ધાઓ મહત્વનો ભાગ ભજવે છે. 7 તારીખથી શરૂ થયેલી ટુર્નામેન્ટમાં કુલ 128 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલાઓની ટીમ તેમજ દિવ્યાંગજનોની ટીમ પણ ટૂર્મામેન્ટમાં સામેલ થઈ હતી.  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોમાં રમતગમતની ભાવના તેમજ ભાઈચારો વધે એવા ઉદ્દેશ્ય સાથે આ પ્રકારની ખેલ સ્પર્ધાઓમાં લોકોએ જોડાઇને આગળ આવવું જોઈએ.

આ ટૂર્નામેન્ટ દરમિયાન જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ટીમો વચ્ચે  મેચ રમાડવામાં આવી હતી અને આ  ટૂર્નામેન્ટમાં  રમવા માટે કોઈ પણ જાતની ફી રાખવામાં આવી નહોતી. સ્થાનિક  ખેલાડીઓએ  આ પ્રકારના પ્રયાસને આવકાર્યો હતો અને રમતગમત ક્ષેત્રે આગળ આવવા માટે  પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

લોકસભાનાં સાંસદ શારદાબેન પટેલ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત આયોજીત લોકસભા વિસ્તારની સૌથી મોટી ટેનિસ બોલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો 8મેના  રોજ પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે જિલ્લાના દીકરા-દીકરીઓ પ્રોત્સાહિત થઈને દેશ-વિદેશમાં ખેલ કૂદમાં નામના મેળવે તેવા હેતુથી આયોજીત આ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતની બેઠકો તેમજ નગરપાલિકા વિસ્તારની મળીને કુલ 128 ટીમો ઉપરાંત મહિલાઓની છ ટીમો તેમજ દિવ્યાંગોની બે ટીમો મળીને કુલ 136 ટીમોએ ભાગ લીધો જેનું ઉત્સાહભેર સમાપન થયું હતું.

Next Article