Mehsana : ઝુલાસણના દાંલા માતાજીનું મંદિર બની ગયુ વિઝા અપાવનારૂ, અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ શ્રદ્ધાળુઓની આસ્થાનું બન્યુ કેન્દ્ર સ્થાન

|

May 24, 2022 | 5:20 PM

મહેસાણાથી(Mehsana) અમદાવાદ હાઇવે પર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસ્તી ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. આ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે.

Mehsana : ઝુલાસણના દાંલા માતાજીનું મંદિર બની ગયુ વિઝા અપાવનારૂ, અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ શ્રદ્ધાળુઓની આસ્થાનું બન્યુ કેન્દ્ર સ્થાન
Mehsana Zulasan Dala Mataji Temple

Follow us on

દેશમાં અનેક એવાં મંદિરો(Temples) આવેલાં છે, જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા માટે જાણીતા હોય છે. એવું જ એક મંદિર મહેસાણા(Mehsana)  જિલ્લામાં આવેલું છે. કડી તાલુકાના ઝુલાસણ(Zulasan)  ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે.ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે, સુનિતા વિલિયમ્સ ઘણીવાર આ ગામમાં મંદિરનાં દર્શન કરવા આવી ચૂક્યાં છે. એવું કહેવાય છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. આ આસ્થાના કારણે જ ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.

આ મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે

મહેસાણાથી અમદાવાદ હાઇવે પર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસ્તી ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. આ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે. આ મંદિર કોમી એખલાસનું પ્રતીક છે. આ ગામમાં એક પણ મુસ્લિમ વસવાટ નથી કરતા. પણ માતાજીના દર્શને મુસ્લિમ લોકો પણ આવે છે. આ મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દુ મુસ્લિમના આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવતા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.

આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.

800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યાર બાદ ગામલોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમનાં કામ પૂરાં થતાં ગયાં એમ એમ લોકોમાં વધુ આસ્થા જાગી. આ મંદિરમાં લોકવાયકા મુજબ ઝુલાસણ ગામ 800 વર્ષ પહેલાં જંગલ વિસ્તાર હતો.તે વખતે સતી દાલા માતા દાગીના પહેરીને ચાલતા નીકળ્યા હતા.તે વખતે તેમની પાછળ નવાબ ના માણસો પડ્યા,સતી માતા રૂપે સુંદર હતા જેથી નવાબ ના માણસો ની દાનત બગડી,માતાજી એક જગ્યા એ ઉભા રહ્યા ત્યાં વરખડી નું ઝાડ હતું.આ ઝાડમાં સધી માતાજીનો વાસ હતો.સતી દાલા એ સધી માતાજી ની પ્રાર્થના કરી અને સધી માતાજમા તેઓ સમાઈ ગયા અને દાલા માતાજી નું શરીર ફૂલ બની ગયું. સમય જતાં આ સ્થળે માટી નું યંત્ર મળ્યું, અને ત્યારબાદ આ સ્થળ ઉપર મંદિર બનાવવામાં આવ્યું.આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મંદિર આજે વિઝા અપાવતું મંદિર બની ચૂક્યું છે.

ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે, સુનિતા વિલિયમ્સ ઘણીવાર આ ગામમાં મંદિરનાં દર્શન કરવા આવી ચૂક્યાં છે. સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષયાન યાત્રા પર હતાં એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી. એ દરમિયાન ઝુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી. ત્યાર બાદ સુનિતા વિલિયમ્સ સફળતાપૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવ્યાં હતાં અને ત્યાર બાદ ઝુલાસણ ખાતે દાંલા માતાનાં દર્શન કરવા પહોંચ્યા હતા. હજારો લોકોની આસ્થા બની ચુકેલું આ મંદિર આજે વિઝા અપાવતું મંદિર બની ચૂક્યું છે.અને માનો કે ન માનો અનેક લોકો ની આ મંદિરમાં રાખવામાં આવેલી બાધા ફળી પણ છે.

Published On - 4:55 pm, Tue, 24 May 22

Next Article