Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણીને પગલે ભાજપની કવાયત, ગ્રામીણ ક્ષેત્રે જનાધાર વધારવા નેતાઓને અપાયો ટાસ્ક

ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નો જંગ જીતવા ભાજપની પ્રદેશ કારોબારીમાં દિગ્ગજ નેતાઓએ મંથન કર્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 2:16 PM

વિધાનસભાની ચૂંટણીને (Assembly Election) લઇ ભાજપે તૈયારી આટોપી દીધી છે. જયપુરમાં ચિંતન શિબિર (BJP Chintan Shivir )અને કમલમમાં મહામંથન કર્યા બાદ આગામી ચૂંટણીને પગલે નેતાઓને ટાસ્ક આપવામાં આવ્યો છે. ભાજપ હવે OBC, SC અને ST પર ફોકસ વધારશે. ગ્રામીણ વિસ્તારમાં મંડળીઓ અને ખેડૂતો (Farmer) સાથે સીધો સંવાદ કરવા માટે કહેવામાં આવ્યુ છે. હાલ ભાજપે શહેરી અને સામાન્ય મતદારો તો ભાજપ તરફ જ હોવાનો દાવો કર્યો છે. હવે અન્ય વર્ગના મતદારો આકર્ષવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ક્લસ્ટર (Cluster) મુજબ બેઠકોનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી છે.તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે ફોકસ રાખવા સૂચના આપવામાં આવી છે.

કમલમમાં મહામંથન બાદ નેતાઓને ટાસ્ક !

સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નો જંગ જીતવા ભાજપ (BJP) ની પ્રદેશ કારોબારીમાં દિગ્ગજ નેતાઓએ મંથન કર્યું હતુ. ભાજપના કાર્યકરો અને જનતાના મંતવ્યો સીધા જાણી શકાય તે માટે વિસ્તારક યોજના ઘડવામાં આવી. ગુજરાતની 182 વિધાનસભા બેઠક દીઠ બે વિસ્તારકો સતત છ મહિના સુધી પ્રવાસ કરશે. આ ઉપરાંત આગામી 11, 12 અને 13 જૂન માટે અલ્પકાલીન વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શક્તિ કેન્દ્રો પર પેજ સમિતના પ્રમુખ, બુથ સમિતિ અને બુથના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. રાજ્યમાં ભાજપના અત્યારે 60 લાખ પેજ સમિતિના સભ્યો છે. જેમની સંખ્યા વિસ્તારક અભિયાન થકી 75 લાખ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના પ્રધાનો, વરિષ્ઠ આગેવાનો અને મંડળ સુધીના કાર્યકરો પણ જોડાશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">