મહેસાણામાં જોવા મળ્યા આઝાદીના રંગ, ત્રિરંગી રોશનીથી રંગાયુ સૂર્યમંદિર, તો ત્રિરંગી લાઈટ સાથે ધરોઈ ડેમનો પણ નયનરમ્ય નજારો

Mehsana: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોઢેરાના સૂર્ય મંદિરને ત્રિરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે, તો જિલ્લામાં આવેલા ધરોઈ ડેમનો પણ ત્રિરંગી લાઈટથી સજાવાયો છે, રાત્રિ દરમિયાન આ મંદિર અને ડેમ બંનેનો નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.

મહેસાણામાં જોવા મળ્યા આઝાદીના રંગ, ત્રિરંગી રોશનીથી રંગાયુ સૂર્યમંદિર, તો ત્રિરંગી લાઈટ સાથે ધરોઈ ડેમનો પણ નયનરમ્ય નજારો
સૂર્ય મંદિર
Manish Mistri

| Edited By: Mina Pandya

Aug 14, 2022 | 7:00 PM

આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. જેમા મહેસાણા (Mehsana)માં આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિર (Surya Mandir)ને ત્રિરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત દેશના તમામ સ્મારકો, મંદિરો, જળાશયોને ત્રિરંગાના કલરની લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે. જેમા મહેસાણામાં આવેલ મોઢેરાના સૂર્ય મંદિરને પણ ત્રિરંગા ની રોશનીથી શણગારવામાં આવ્યુ છે. જેમા મંદિર ઝગમગી ઉઠ્યુ છે. જિલ્લામાં વિવિધ નાની-મોટી સરકારી-બિન સરકારી ઈમારતો રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળોને ત્રિરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. જે અંતર્ગત મોઢેરા (Modhera)ના વિશ્વવિખ્યાત સૂર્યમંદિરને પણ ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યુ છે. આ શણગાર સાથે સૂર્યમંદિર ત્રિરંગામય બન્યાનો આભાસ થઈ રહ્યો છે. આ અદ્દભૂત નજારાને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

ત્રિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા સૂર્ય મંદિર અને ધરોઈ ડેમ

આ તરફ મહેસાણામાં ધરોઈ ડેમને પણ ત્રિરંગાની રોશનીથી સજાવાયો છે. રાત્રિના સમયે પણ ડેમનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમીત્તે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો જિલ્લામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાની સરકારી કચેરીઓ, ખાનગી સંસ્થાઓ સહિત નાની-મોટી દુકાનો હોય કે ઘરની છત હોય દરેક જગ્યાએ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. 75માં સ્વાતંત્ર્ય પર્વનો ઉમંગ લોકોમાં છલકાઈ રહ્યો છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ શાનદાર રીતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હર-ઘર તિરંગા અભિયાન સાથે કરાઈ રહી છે. જેમા મોટી સંખ્યામાં લોકો સહભાગી બના રહ્યા છે. જિલ્લાની પાણીની જરૂરિયાત સંતોષતા મહત્વપૂર્ણ ધરોઈ ડેમને પણ ત્રિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે ત્રિરંગાની રોશનીથી નયનરમ્ય નજારો ધરોઈ ડેમમાં જોવા મળી રહ્યો છે.

હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક પ્રતિસાદ

જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને પણ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક લોકોના ઘરો પર ત્રિરંગો ઝંડો લહેરાઈ રહ્યો છે. લોકો સ્વયંભુ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. 13, 14 અને 15 ઓગષ્ટ દરમિયાન દરેક ઘર, દરેક કાર્યાલય, દરેક ઈમારત પર ત્રિરંગો ફરકાવવાનુ આહ્વાન કર્યુ છે, જેને પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati