દૂધસાગર ડેરીના કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે વિપુલ ચૌધરી પર પ્રહારો કરતાં કહ્યું કે જેના ઘર કાચના હોય તેણે સિમેન્ટના મકાન પર પથ્થર ન મારવા જોઈએ
આ કાર્યક્રમાં સી.આર. પાટીલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે દૂધ સાગર ડેરીની શુ સ્થિતિ હતી એ સૌ જાણે છે. ચૂંટણીમાં કહેવાતા માંધાતાઓને અશોકભાઈએ હલાવી દીધા. મને વિશ્વાસ છે કે અશોક ભાઈ અને ઋષિકેશ પટેલ ક્યારેય દૂધ ઉત્પાદકને અન્યાય થાય તેવું કામ નહીં કરે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ના પડઘમ વાગી રહ્યા છે અને તેના કારણે રાજકીય લેબોરેટરી ગણવામાં આવતા મહેસાણા (Mehsana) જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયુ છે.વિપુલ ચૌધરી (Vipul Chaudhary) જૂથ દ્વારા ભાજપમાં હોવા છતાં ભાજપ (BJP) શાસિત મહેસાણા દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) વિરુદ્ધ પુરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દૂધસાગર ડેરીના રાજકારણ ગરમાવાના પગલે મહેસાણા દૂધસાગર દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ અને ચૌધરી સમાજ દ્વારા ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અને ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભાજપ પ્રેરિત સન્માન સમારોહ ઋષિકેશ પટેલના રાજીનામાંની વિપુલ ચૌધરી દ્વારા માંગણી અને દૂધસાગર ડેરીમાં થયેલા ગત ટર્મ થયેલા ભ્રષ્ટાચાર મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. તેમજ સન્માન સમારોહમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા.
મહેસાણામાં સન્માન કાર્યક્રમમાં ઋષિકેષ પટેલે વિપુલ ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા. દૂધ સાગર ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો અને દાવો કર્યો કે, જો ભ્રષ્ટાચારની વાતમાં એક ટકો પણ તથ્ય હોય તો હું રાજકારણ છોડવા તૈયાર છું. સાથે જ કટાક્ષ કર્યો કે, જેમના ઘર કાંચના હોય તેમણે સિમેન્ટના મકાન પર પથ્થર ન મારવા જોઈએ. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ વિપુલ ચૌધરી પર કટાક્ષ કર્યા હતા અને લોકોને ખોટી વાતોમાં ન આવવા કહ્યું હતું.
આ કાર્યક્રમાં સી.આર. પાટીલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે દૂધ સાગર ડેરીની શુ સ્થિતિ હતી એ સૌ જાણે છે. ચૂંટણીમાં કહેવાતા માંધાતાઓને અશોકભાઈએ હલાવી દીધા. ઋષિકેશભાઈ સાથે રમણભાઈ જોડાયા અને સૌના સાથ સહકારથી ચૂંટણી જીત્યા. હું સૌને દિલથી અભિનંદન આપું છું. દૂધ સાગર ડેરી પણ હવે બનાસ જેટલો ભાવ આપે છે. ડેરીમાં 200 કરોડ નફો કર્યો છે. 1000 કરોડનું ટર્ન ઓવર વધ્યું છે. મને વિશ્વાસ છે કે અશોક ભાઈ અને ઋષિકેશ પટેલ ક્યારેય દૂધ ઉત્પાદકને અન્યાય થાય તેવું કામ નહીં કરે. કરકસર યુક્ત વહીવટ ડેરીમાં થઈ રહ્યો છે. મને વિશ્વાસ છે દિવાળી પહેલા ખૂબ મોટો લાભ દૂધ ઉત્પાદકોને થવાનો છે.
આ પણ વાંચોઃ Valsad: ફાલ્ગુની પાઠક કાર્યક્રમમાં મોડી આવતાં લોકો વિફર્યાં, મોડી પહોંચેલી ફાલ્ગુની હોબાળો જોઇ રવાના થઈ ગઈ
આ પણ વાંચોઃ રેલવે મુસાફરો ધ્યાન રાખે, સૌરાષ્ટ્રનો રેલ વ્યવહાર 2 મે સુધી ખોરવાયેલો રહેશે