Valsad: ફાલ્ગુની પાઠક કાર્યક્રમમાં મોડી આવતાં લોકો વિફર્યાં, મોડી પહોંચેલી ફાલ્ગુની હોબાળો જોઇ રવાના થઈ ગઈ
લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ફાલ્ગુની પાઠકના નામે રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને પોલીસ બોલાવવી પડી હતી. આમ સમગ્ર કાર્યક્રમ નિષ્ફળ ગયો હતો.
વલસાડ (Valsad) માં ફાલ્ગુની પાઠક (Falguni Pathak) ના નામે રાખેલા કાર્યક્રમમાં આયોજકો અને લોકો વચ્ચે બબાલ થઈ હતી. ફાલ્ગુની પાઠક સમય કરતાં મોડી આવતા લોકો (people) એ હોબાળો મચાવ્યો હતો અને કાર્યક્રમના નામે રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને પોલીસ બોલાવવી પડી હતી. બીજી તરફ આ બબાલ દરમિયાન ફાલ્ગુની પાઠક ઇવેન્ટના સ્થળે પહોંચી હતી પરંતુ ઝઘડાના દ્રશ્યો જોઈ પરફોર્મ કર્યા વગર જ સ્ટેજ પરથી પરત જતી રહી હતી. આમ સમગ્ર કાર્યક્રમ નિષ્ફળ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ઇવેન્ટ ઓર્ગનાઈઝરે શ્રીજી પાર્ટી પ્લોટમાં ફાલ્ગુની પાઠકનો લાઈવ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
વલસાડના શ્રીજી પાર્ટી પ્લોટમાં ગ્લોબલ ઇવેન્ટ મેન્જમેન્ટ કંપની તરફથી રાજ જેકડીયા અને એમની ટીમ દ્વારા વલસાડની જનતા માટે ખાસ એક પ્લેટફ્રોમ નીચે સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં વલસાડની ધરતી પર પહેલી વાર ગરબા કવિન ફાલ્ગુની પાઠક જનતાને પોતાના ગરબા પર ઘુમાવવા માટે આવવાની હતી. આ સાથે તેમના ગાયેલા ગરબા તથા અન્ય ગીતો રજુ કરવાની હતી. ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ ફિલ્મી કલાકારો હાજરી આપવાના હતાં.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો