MEHSANA : આરોગ્યપ્રધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ સોફટવેરનું લોકાર્પણ કર્યું

|

Dec 27, 2021 | 7:00 PM

નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (NIC) દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોફટવેર ઓનલાઇન થવાથી આયુર્વેદિકના નાના-મોટા ઉત્પાદકો લાયસન્સને લગતી, વધારાની બનાવટની તેમજ વિવિધ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી ઓનલાઇન થઈ શકશે.

MEHSANA : આરોગ્યપ્રધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ સોફટવેરનું લોકાર્પણ કર્યું
AYUSH Online Licensing Software for Food and Drug Administration

Follow us on

MEHSANA : ગુડ ગવર્નન્સ સપ્તાહના ભાગરૂપે મહેસાણા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ ayudmla.gujarat.gov.in નું આરોગ્યપ્રધાન ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (NIC) દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોફટવેર ઓનલાઇન થવાથી આયુર્વેદિકના નાના-મોટા ઉત્પાદકો લાયસન્સને લગતી, વધારાની બનાવટની તેમજ વિવિધ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી ઓનલાઇન થઈ શકશે. ઉપરાંત અરજદાર અરજી ફી પણ ઓનલાઇન સાયબર ટ્રેઝરી મારફત ભરી શકશે. આ પોર્ટલની મદદથી અરજદારોને મંજૂર થયેલી અરજીની જાણ ઇ-મેઇલ/એસ.એમ.એસ. દ્વારા થશે અને QR કોડ થકી લાયસન્સની પ્રિન્ટ કાઢી શકશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અગાઉ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવેલ દવાના વેચાણના પરવાના મેળવવાનું પોર્ટલ XLN India ને નેશનલ ઇ-ગવર્નન્સનો ગોલ્ડ એવોર્ડ એનાયત થયેલ છે અને આ સોફટવેર દેશના વિવિધ 19 રાજ્યો અનુસરી રહ્યાં છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાની યાદીમાં જણાવાયુ છે.

મહત્વપૂર્ણ છે કે, હાલ રાજ્યમાં આશરે 875 જેટલી આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી પેઢીઓ આવેલી છે. જે આશરે સવા લાખ જેટલી વિવિધ બનાવટોની પરવાનગી ધરાવે છે. આ ઉત્પાદક પેઢીઓને જી.એમ.પી, ફ્રી-સેલ, નોન-કન્વિક્શન જેવા વિવિધ પ્રકારના સર્ટિફિકેટ આપવાની કામગીરી હાલમાં ઓફલાઇન થાય છે. આ ઓનલાઈન લાયસન્સ સોફ્ટવેર કાર્યરત થવાથી વિવિધ પ્રકારના સર્ટિફિકેટ મેળવવાની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.

આ ઉપરાંત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહેસાણા ટાઉનહોલ ખાતે ગુજરાત સરકારના “સુશાસન સપ્તાહ” ઉજવણીના અવસર નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જુવેનાઇલ ડાયાબિટીસ ક્લિનિકનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ મહેસાણા સિવિલ હોસ્પિટલ મુકામે ડાયાબિટીસથી ગ્રસિત બાળકો સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અંગેના ખબર અંતર પૂછી, પ્રાપ્ત થતી સ્વાસ્થ્ય સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

Next Article