Mehsana : બહુચરાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના 4 મહિનામાં રાજીનામા લેવાયા, અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો
અંબાજી અને સોમનાથ દેવસ્થાન પછી આર્થિક સ્તરે સૌથી સદ્ધર ગણાતા બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ચાર મહિના પૂર્વે ભાજપના 11 જેટલા પદાધિકારીઓ, આગેવાનોની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ હતી.

ગુજરાતના રાજકારણમાં ચર્ચા જાગી છે કે એવું તો શું થયું કે 4 મહિનામાં જ બહુચરાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના રાજીનામા લેવાતા અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. અંબાજી અને સોમનાથ દેવસ્થાન પછી આર્થિક સ્તરે સૌથી સદ્ધર ગણાતા બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ચાર મહિના પૂર્વે ભાજપના 11 જેટલા પદાધિકારીઓ, આગેવાનોની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ હતી. જેમાંથી બળવંતસિંહ રાજપૂત અને સુખાજી ઠાકોરે ઇલેક્શન પહેલાં આ ટ્રસ્ટમાંથી રાજીનામા ધરી દીધા હતા. જેઓ હાલમાં ધારાસભ્ય છે. ચૂંટણી પહેલાં જ આ 2 નેતાઓએ ટ્રસ્ટી પદેથી રાજીનામુ આપ્યુ હતુ.
PMO સુધી આ મામલો પહોંચ્યો
બાકીના 9 માં પૂર્વ સાંસદ જયશ્રી બહેન પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેનો સમાવેશ થતો હતો. હજી તો આ ટ્રસ્ટીઓએ કારભાર સંભાળ્યો જ નહોતો ત્યાં ગત સપ્તાહે અચાનક તમામનાં રાજીનામાં લઈ લેવાય, ત્યારે ભાજપમાં અંદરખાને ઊહાપોહ થયો હોવાની ચર્ચા છે. એવી પણ વાત છે કે આ 10 નામોમાં પ્રથમ દિવસે જ એક રાજીનામું આવી ગયું હતું. છેક પીએમઓ સુધી આ મામલો પહોંચ્યો હતો. જેમાં ઉચ્ચકક્ષાએથી દબાણ હોવાથી આ મામલે કોઈ મગનું નામ મરી પાડી રહ્યું નથી.