Sardardham વિશ્વ પાટીદાર સમાજના ઉપપ્રમુખ પદે આનંદ પટેલની વરણી

મહેસાણાના લોકસભાના સાંસદ શારદાબેન પટેલ અને સ્વ.અનિલ પટેલના પુત્ર આનંદ પટેલની સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજમાં ઉપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

Sardardham વિશ્વ પાટીદાર સમાજના ઉપપ્રમુખ પદે આનંદ પટેલની વરણી
Anand Patel elected Vice President of Sardardham (File Image)
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jan 23, 2022 | 5:54 PM

સરદારધામ(Sardardham ) વિશ્વ પાટીદાર સમાજના ઉપપ્રમુખ પદે આનંદ પટેલની(Anand Patel)  વરણી કરવામાં આવી છે. જેમાં આનંદ પટેલ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી છે. તેવો મહેસાણાના(Mehsana )  લોકસભાના સાંસદ શારદાબેન પટેલના પુત્ર છે. તેમજ આનંદ પટેલના પિતા સ્વ.અનિલ પટેલએ સરદાર ધામમા સ્થાપના કાળથી યોગદાન આપ્યું હતું. સરદાર ધામમાં આનંદ પટેલની કામગીરી અને ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ને જોઇને નિર્ણય લેવામાં આવ્યો છે.મહેસાણાના લોકસભાના સાંસદ શારદાબેન પટેલ અને સ્વ.અનિલ પટેલના પુત્ર આનંદ પટેલની સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજમાં ઉપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. આનંદ પટેલ એક સફળ બિઝનેસમેન છે અને તેઓ સામાજિક રીતે વિવિધ કામગીરીમાં પણ આગળ છે. તો પાટીદાર સમાજમાં ઉત્તર ગુજરાતમાં પણ તેમનું પ્રભુત્વ છે.

સરદાર ધામ તરફથી આનંદ પટેલની ઉપ પ્રમુખ પદે વરણી કરતા પત્ર મુજબ, સરદાર ધામ ના સ્થાપના કાળથી આનંદ પટેલના પિતા સ્વ.અનિલ પટેલ નુ વિશિષ્ઠ યોગદાન રહેલું છે. અને તેઓનું અવસાન થતા સરદાર ધામના બંધારણ ની જોગવાઈઓ મુજબ આનંદ પટેલને સરદાર ધામમાં વારસદાર ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવેલ હતા. આનંદ પટેલના પરિવાર ની સમાજ સેવા પરત્વે વિશેષ યોગદાન રહેલું છે.

સરદાર ધામ ની જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ આનંદ પટેલની કામગીરી જોતા અને ખાસ કરીને આનંદ પટેલ અને તેમના પરિવાર નુ ઉત્તર ગુજરાતમાં વિશેષ પ્રભુત્વ છે. આમ સમગ્ર બાબતોને ધ્યાને રાખી સરદાર ધામમાં આનંદ પટેલને ઉપ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અને આનંદ પટેલ પોતાની ઉપ પ્રમુખ તરીકેની ફરજો અને જવાબદારીઓ યોગ્ય રીતે નિર્વાહન કરે તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું ઉદઘાટન કરાયું છે.. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.. તેમણે કહ્યું કે- સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે.. જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત છે.. રોડમેપ તૈયાર કરવો અને સમાજ માટે રોડમેપ પ્રમાણે કામ કરીને બતાવવું આ બંને બાબતોને સરદારધામે એકસાથે આગળ વધારી છે.

આ પણ વાંચો : Ahmedabad: વીમા કંપનીમાં ખોટા બિલ મૂકી 18 લાખનો ક્લેઇમ પાસ કરાવી લીધો

આ  પણ વાંચો : Ahmedabad: સંજીવની રથમાં વિનામુલ્યે સેવા આપી રહ્યાં છે ફાર્મસીના વિદ્યાર્થીઓ, આ સેવાથી આરોગ્ય કર્મીઓનું ભારણ ઓછું થશે

g clip-path="url(#clip0_868_265)">