Mehsana: મોઢેરાના સૂર્યમંદિરમાં 5 હજાર લોકોએ સામુહિક યોગ કર્યા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા હાજર

|

Jun 21, 2022 | 9:14 AM

મહેસાણામાં (Mehsana) વિવિધ સ્થળે યોગ દિવસની (Yoga day) ઉજવણી થઇ રહી છે. મહેસાણામાં તાલુકા કક્ષાએ 10 સ્થળે, નગરપાલિકામાં 7 સ્થળે અને 1644 શૈક્ષણિક સંકુલમાં યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યા.

Mehsana: મોઢેરાના સૂર્યમંદિરમાં 5 હજાર લોકોએ સામુહિક યોગ કર્યા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રહ્યા હાજર
મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયો યોગ કાર્યક્રમ

Follow us on

સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે. યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. ગુજરાતમાં (Gujarat) મહેસાણામાં (Mehsana) વિવિધ સ્થળે યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. મોઢેરાના સૂર્યમંદિરમાં યોગ દિવસના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

મહેસાણામાં વિવિધ સ્થળે યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. મહેસાણામાં તાલુકા કક્ષાએ 10 સ્થળે, નગરપાલિકામાં 7 સ્થળે અને 1644 શૈક્ષણિક સંકુલમાં યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યા. વિશ્વ યોગ દિવસે મહેસાણા જિલ્લામાં કુલ 2638 સ્થળે 5.5 લાખ લોકોએ યોગ કર્યા. તો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્ય મંદિરમાં યોજાયો છે. મોઢેરામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા. મોઢેરામાં 2400 જેટલા ખેડૂતોએ હાજર રહીને યોગ કર્યા. મોઢેરામાં કુલ 5000 લોકોએ સામુહિક યોગ કર્યા હતા.

બીજી તરફ યોગ દિવસની ખાસિયત એ છે કે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને એક સાથે સવા કરોડ નાગરિકો યોગમય ગુજરાત અભિયાનમાં જોડાયા હતા. યોગ માટે રાજયના 33 જિલ્લાઓના 75 સ્થળોની પસંદગી કરાઈ. જેમાં 18 ઐતહાસિક સ્થળો, 17 ધાર્મિક સ્થળો, 22 પ્રવાસન સ્થળો, 17 કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે. દરેક શહેર, જિલ્લા શૈક્ષણિક સંસ્થાઓ પોલીસ હેડ ક્વાર્ટર તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Next Article