Mehsana: બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, જોવા મળ્યો મેનેજમેન્ટનો અભાવ

Mehsana: બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, જોવા મળ્યો મેનેજમેન્ટનો અભાવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 12:54 PM

દિવાળીમાં મોટી સંખ્યામાં ભક્તો બહુચરાજીમાં દર્શન માટે આવે છે. પરંતુ માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભા રહેલા યાત્રિકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે.

દિવાળીમાં સૌ કોઈ મંદિર, કુળદેવી અને કુળદેવતાના દર્શને જાય છે. ગુજરાતમાં પ્રખ્યાત મંદિરોમાં પણ ખુબ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે મહેસાણામાં આવેલા શક્તિપીઠ બહુચરાજીમાં દિવાળીના તહેવારને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોનો ધસારો હોવાના કારણે બહુચરાજી મંદિરની અવ્યવસ્થા સામે આવી.

માતાજીના દર્શન કરવા લાઈનમાં ઉભા રહેલા યાત્રિકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે. દર્શન માટે ભક્તોને એક જ ગેટથી પ્રવેશ અપાતા અવ્યવસ્થા ઉભી થઈ છે. નવીન દર્શન પથ શરૂ કરવામાં આવે તો આ અવ્યવસ્થાનું નિવારણ આવી શકે છે. આવી અવ્યવસ્થા ન થાય તે માટે કરોડોના ખર્ચે દર્શન પથ પણ બનાવેલો છે. પરંતુ, તે શરૂ ન કરાતા દર્શન પથ અત્યારે શોભાનો ગાંઠિયો સમાન છે. ત્યારે મંદિરમાં માતાજીના દર્શને આવતા ભક્તો ખાસી વાર સુધી લાઈનમાં રહીને એવું ભીડમાં દર્શન કરતા હોય છે. હાલમાં કોરોનાના સમયમાં જો પથ શરુ કરી દેવામાં આવ્યો હોત તો ભીડ ભેગી થવાની શક્યતા ઓછી હોત. અને કોરોનાનું જોખમ પણ ઘટ્યું હોત.

 

આ પણ વાંચો: Rajkot: કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્રની તૈયારીઓ, તૈયાર છે સ્થળાંતર કરી શકાય એવી જોરદાર હોસ્પિટલ

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ ભરતી પરીક્ષામાં નવા નિયમો થયા લાગુ

g clip-path="url(#clip0_868_265)">