
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના કેટલાંક પ્રદેશોના પ્રોડક્શન અને આઉટપુટ તો દેશના કેટલાક રાજ્યોના પ્રોડક્શન કરતાં પણ વધારે છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પ્રદેશોમાં સેક્ટર સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ નવી તકો ખુલશે અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટની નવી દિશા મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગપાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, એગ્રો ફૂડ પાર્ક જેવા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવામાં આવી રહ્યા છે તેની પણ ભૂમિકા વ્યાપક પ્રાદેશિક વિકાસ સંભાવનાઓના સંદર્ભમાં આપી હતી. ગુજરાતની વિકાસયાત્રાનું નેક્સ્ટ સ્ટેપ ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, સેમિકોન, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સથી સંચાલિત હશે.

આગામી 9-10 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સ યોજાનાર છે અને ત્યારબાદ અન્ય ત્રણ પ્રદેશોમાં યોજાનાર વી.જી.આર.સી.માં સક્રિય સહભાગી બનવા ઉદ્યોગ અગ્રણીઓને આમંત્રણ પાઠવ્યું હતું.

‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા’ની થીમ સાથે યોજાનારી વડાપ્રધાનના લોકલ ફોર લોકલ - લોકલ ફોર ગ્લોબલના સંકલ્પને પણ સાકાર કરશે. તેમજ વિકસિત ગુજરાત 2047 માટે રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ મુખ્યમંત્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
Published On - 7:48 pm, Thu, 4 September 25