મારૂ ગામ, કોરોના મુક્ત ગામ: તમામ ગામોને કોરોના સંક્રમણથી મુક્ત રાખી વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત કરવાની ગુજરાતની અનોખી પહેલ

|

May 13, 2021 | 7:51 PM

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ફેલાવો વધે નહીં અને ગામડાઓ કોરોના મુક્ત રહે તેવા આરોગ્યલક્ષી ભાવથી 1લી મે -ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરાવ્યું છે

મારૂ ગામ, કોરોના મુક્ત ગામ: તમામ ગામોને કોરોના સંક્રમણથી મુક્ત રાખી વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત કરવાની ગુજરાતની અનોખી પહેલ
CM Vijay Rupani

Follow us on

Maru Gaam, Corona Mukt Gaam: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણનો ફેલાવો વધે નહીં અને ગામડાઓ કોરોના મુક્ત રહે તેવા આરોગ્યલક્ષી ભાવથી 1લી મે -ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરાવ્યું છે.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત સ્થાનિક કક્ષાએ સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓ, વિવિધ સેવાભાવી સંગઠનો તંત્ર સાથે ખભેખભો મિલાવીને કોરોના સંક્રમણને અટકાવવાના સેવા યજ્ઞમાં જોડાઈ રહ્યા છે. લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ અભિયાનથી ગુજરાતના ગામડાઓમાં કોરોના અંગે જાગૃતિ, તકેદારી અને સારવાર સુવિધાનો વ્યાપ વધ્યો છે.

 

 

“મારૂ ગામ, કોરોના મુક્ત ગામ” રાજ્ય વ્યાપી અભિયાન અન્વયે રાજયમાં 14246 ગ્રામ પંચાયતોમાં વસ્તીને ધ્યાને લઈ તેમજ સ્થાનિક જરૂરીયાતને ધ્યાને લઈને 5 બેડથી લઈ 50 બેડ સુધીની વ્યવસ્થાવાળા 15000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) શરૂ કરવામાં આવ્યા છે.

 

 

ગામમાં કોઈ સંક્રમિત વ્યક્તિને રહેઠાણમાં અલાયદા રૂમની વ્યવસ્થા ન હોય ત્યારે તે આજુબાજુના અન્ય લોકોને સંક્રમિત ન કરે તેમજ અલગ રૂમમાં એકલા રહેવાથી દર્દી ડીપ્રેશનમાં ન આવી જાય તેવા હેતુથી આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) ખાતે આઈસોલેટ કરવામાં આવે છે. કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના સ્વાસ્થ્ય કર્મીઓ દાખલ થયેલા દર્દીઓને કોરોના બાબતે બિનજરૂરી ચિંતા ટાળવામાં અને ઝડપથી કોરોના મુક્ત થવા પ્રોત્સાહિત કરે છે.

 

 

એટલું જ નહીં આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રહેલા વ્યક્તિઓના ભોજન વગેરેની સુવિધાઓ ખુદ ગામના યુવાનો અને દાતાઓ ઉપાડે છે. કોવિડ-19 ના 80 ટકા દર્દીઓમાં રોગના લક્ષણો જોવા મળતા નથી કે સામાન્ય પ્રકારના લક્ષણો હોય છે આવા દર્દીઓને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) સેન્ટરમાં આઈસોલેટ કરવામાં આવે છે.

 

 

‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનને પરીણામે રાજ્યના ગ્રામીણ વિસ્તારો કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓછુ સંક્રમણ થાય તે માટે અત્યારથી જ તૈયાર થઈ રહ્યા છે. સંક્રમણથી બચવાના ઉપાયો સંક્રમિતોના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, સ્ટાન્ડર્ડ દવાઓ, હોમ આઈસોલેશન, હોમ રેમિડિઝ અને એસ.એમ.એસ. બાબતે વધું સજાગ થયા છે. આમ ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાનથી ગ્રામીણ ગુજરાતનું વર્તમાન અને ભાવિ બન્ને સુરક્ષિત થયા છે.

 

આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં ગઠિયા થયા Active, રેમડેસિવિર ઇન્જેક્શનના નામે Online છેતરપિંડી કરતો ઝબ્બે

Next Article