Ahmedabad : સોશિયલ મીડિયામાં ગઠિયા થયા Active, રેમડેસિવિર ઇન્જેક્શનના નામે Online છેતરપિંડી કરતો ઝબ્બે

સાગર પ્રજાપતિએ ઓનલાઈન ઇન્જેક્શન આપવાના બહાને 10થી વધુ લોકો સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. ઇન્જેક્શનના એડવાન્સ 50 ટકા નાણા મેળવી લેતો હતો. ત્યારબાદ મોબાઈલ નંબર બ્લોક કરી દેતો હતો.

Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 6:34 PM

Ahmedabad : કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત સામે છેતરપિંડી કરનારાઓ હવે સોશિયલ મીડિયામાં પણ સક્રિય બન્યા છે. ફેસબુકના માધ્યમથી રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની બાહેંધરી આપી યુવતી સાથે રૂપિયા 8500 ની ઓનલાઇન છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં યુવતીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં રહેલ સાગર પ્રજાપતિએ ફેસબુક ઉપર રેમડેસિવિર ઇન્જેક્શન મળશે તેવો મોબાઈલ નંબર સાથે એક ફોટો પોસ્ટ કરી લોકો સાથે ઠગાઇ આચરતો હતો. આરોપી સાગર શરૂઆતના તબક્કામાં ઇન્જેક્શન આપવાની વાતો કરી લોકોને ભરોસો જીતી પૈસા પડાવતો હતો.

આરોપી સાગર પ્રજાપતિ શક્ય તેટલું વહેલા ડિલિવરી આપવાનું ભરોસો આપી ઠગાઇ આચરતો હતો. આરોપી સાગર પર કોઈને પણ શંકા ન જાય તે માટે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન મંગાવતો અને પહેલા 50 ટકા પેમેન્ટ આપવાનું કહી બાદમાં ઇન્જેક્શન આવશે. ત્યારે આપવાનું રહેશે આમ વાતોમાં ભોળવી પૈસા લઈ લેતો હતો.

વેજલપુરમાં રહેતા અને ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટીમાં મેનેજર માનીનીબેનની પાડોશમાં રહેતા યશ ચોકસીએ તેમણે કહ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય તો કહેજો ફેસબુકના માધ્યમથી સાગર પ્રજાપતિનો કોન્ટેક નંબર મળ્યો છે. આથી તેમણે યશ ચોકસીને વાત કરતા તેણે પોતાના મોબાઈલ પરથી સાગર પ્રજાપતિરને ફોન કર્યો હતો.

જેમાં સાગરે એક રેમડેસિવિર ઇન્જેક્શનના રૂ.2800 થશે અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે એક દર્દીને 6 ઇન્જેક્શન મળશે તે પેટે 6ના 16800 રૂપિયા અને તેમાં ડિલિવરીના રૂ. 200 એમ કરી કુલ 17 હજાર પૈકી 50 ટકા રકમ એટલે 8500 એડવાન્સ આપવાનું રહેશે અને બાકીના પૈસા ડિલિવરી પછી આપવાનું કહ્યું હતું.

આ રીતે વાતોમાં ભોળવી લઈ 8500 રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે ઇન્જેક્શન આપી જશે તેવું કહી આરોપી સાગર પ્રજાપતિ ફોન રિસીવ કરવાનું બંધ કરી દેતા માનીનીબેન સાથે ઠગાઇ થઈ હોવાનું થતાં ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ઓઢવથી સાગરની ધરપકડ કરી.

ક્રાઈમ બ્રાંન્ચને તપાસમાં પકડાયેલા આરોપી સાગર પ્રજાપતિએ ઓનલાઈન ઇન્જેક્શન આપવાના બહાને 10થી વધુ લોકો સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. ઇન્જેક્શનના એડવાન્સ 50 ટકા નાણા મેળવી લેતો હતો ત્યાર બાદ મોબાઈલ નંબર બ્લોક કરી દેતો હતો. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ઇન્જેક્શન મંગાવનાર ચેતી જવાની જરૂર છે.

આ પણ વાંચો : હવે ગામડાઓ તરફ આગળ વધી રહ્યો છે કોરોના, પંચાયત રાજ મંત્રાલયે સરકારોને મોકલી એડવાઇઝરી 

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">