આંશિક અનલોકના પહેલા દિવસે બજારો ખુલ્યા, શહેરોની રોનક પાછી ફરી

Parul Mahadik

|

Updated on: May 21, 2021 | 8:28 PM

રીંગરોડ કાપડ વિસ્તારમાં સૌથી જૂની સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ( Surat Textile Market)  40 થી 50 ટકા વેપારીઓએ આજે કામકાજ માટે પોતાની દુકાનો ખોલી હતી.

આંશિક અનલોકના પહેલા દિવસે બજારો ખુલ્યા, શહેરોની રોનક પાછી ફરી
આંશિક અનલોકના પહેલા દિવસે બજારો ખુલ્યા, શહેરોની રોનક પાછી ફરી

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે આંશિક અનલોક (Unlock ) ની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે 9:00 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી વેપાર ધંધા માટે છૂટછાટ આપવામાં આવી હતી. 25 દિવસ બાદ સુરતની ( Surat ) આર્થિક કરોડરજજુ સમાન ગણાતા કાપડ બજાર ( Textile Market) પણ ખુલ્યું હતું.

રીંગરોડ કાપડ વિસ્તારમાં સૌથી જૂની સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ( Surat Textile Market)  40 થી 50 ટકા વેપારીઓએ આજે કામકાજ માટે પોતાની દુકાનો ખોલી હતી. જો કે અનલોકના પ્રથમ દિવસ હોવાથી ઘણા વેપારીઓએ, પોતોના ધંધ રોગાર શરુ કરવાની  બિનજરૂરી ઉતાવળ બતાવી ન હતી.

જો કે જેટલી દુકાનો ખોલી હતી તે આજે છૂટછાટ ના સમય બાદ પણ ખૂલેલી જ દેખાય હતી. બપોરે ત્રણ વાગ્યે છૂટછાટનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતાં પણ કેટલાક વેપારીઓએ ધંધો વ્યાપાર ચાલુ રાખ્યો હતો. 3 વાગ્યા પછી પણ માર્કેટની દુકાનો ખુલ્લી રહેતા પોલીસે માર્કેટ એરિયામાં રાઉન્ડ લગાવવાની ફરજ પડી હતી. અને પોલીસે રાઉન્ડ દરમિયાન જે કોઈ દુકાન ખુલ્લી હોય તેમને બંધ કરીને સરકારની માર્ગદર્શીકાનું પાલન કરવા જણાવ્યુ હતું.

જો કે બીજા કેટલાક વેપારીઓ એવા પણ હતા જેઓ છૂટછાટ ના સમય બાદ નિયમનું પાલન કરીને પોતાના ઘરે જવા રવાના થયા હતા. જો કે તેના કારણે બપોર પછી બજાર સુમસામ ભાસતા હતા.

પરંતુ હજી પણ વેપારીઓનું માનવું છે કે 25 દિવસ માર્કેટ બંધ રહેવાને કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હવે જ્યારે કોરોનાના કેસો પણ ઘટી રહ્યા છે ત્યારે ધીમે ધીમે આ છૂટછાટનો સમય પણ વધારવામાં આવે તેવી માગણી તેમણે કરી હતી.

બીજી તરફ સુરતના ચૌટાબજારમાં ( Chautabazar) પણ ત્રણ અઠવાડિયા બાદ નાની મોટી દુકાનો ખુલતા શહેરની રોનક પાછી ફરી હતી. અને લોકો પણ ખરીદી ( Shopping) માટે બહાર નીકળેલા દેખાયા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati