બચેલા સાબુના ટુકડાથી બનાવો બહાર જેવું જ લીકવીડ હેન્ડવોશ

|

Sep 18, 2020 | 7:26 PM

તમારા ઘરમાં છેલ્લે સાબુ ખતમ થવા આવ્યો હોય, ત્યાર બાદ લગભગ છેલ્લે અમૂક કટકા વધે તે, સામાન્ય રીતે દરેક લોકો કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ હવેથી તેને ફેંકતા પહેલા, તેનો આ બેસ્ટ યુઝ વિશે અવશ્ય વિચારજો. કારણ કે તે વેસ્ટ સાબુ તમારા પૈસા બચાવી શકે છે. આજથી જ સાબુના ટૂકડા બચાવવાનું ચાલુ કરી દો. […]

બચેલા સાબુના ટુકડાથી બનાવો બહાર જેવું જ લીકવીડ હેન્ડવોશ

Follow us on

તમારા ઘરમાં છેલ્લે સાબુ ખતમ થવા આવ્યો હોય, ત્યાર બાદ લગભગ છેલ્લે અમૂક કટકા વધે તે, સામાન્ય રીતે દરેક લોકો કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ હવેથી તેને ફેંકતા પહેલા, તેનો આ બેસ્ટ યુઝ વિશે અવશ્ય વિચારજો. કારણ કે તે વેસ્ટ સાબુ તમારા પૈસા બચાવી શકે છે.

આજથી જ સાબુના ટૂકડા બચાવવાનું ચાલુ કરી દો. કારણ કે તેનાથી તમે એકથી બે મહિના ચાલે તેટલું લીક્વીડ હેન્ડવોશ બનાવી શકો છો. અને તે પણ માત્ર દસ જ મીનીટમાં. તો ચાલો જાણીએ, કંઈ રીતે તમે બનાવી શકો છો, વેસ્ટમાંથી બેસ્ટ લીક્વીડ હેન્ડવોશ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ લીક્વીડ હેન્ડવોશ બનાવવા માટે જોઇશે, એક સાબુની ક્વોન્ટીટી જેટલા સાબુના કટકા. અને ચાર ચમચી જેટલું ડેટોલનું પાણી. તેને બનાવવા માટે તમારે સાબુની સ્લાઈસ, જેવા ટૂકડા કરી લેવાના છે છરીની મદદથી. (જો તમારા સાબુના કટકા, એકદમ પાતળા અને સ્લાઈસ જેવા જ, હોય તો પછી તમારે તેને સ્લાઈસ કરવાનું જરૂર નથી)

સૌથી પહેલા સાબુના ટૂકડાને, સામાન્ય પાણીથી ધોઈ લો. ત્યાર બાદ તેને એક મીક્ષ્યરમાં નાખી દો, અને તેમાં સાબુના ટૂકડા ડૂબી જાય તેટલું પાણી નાખી દો. હવે તેને મીક્ષ્યરમાં પીસી લો. મીક્ષ્યરમાં પિસ્યા બાદ તેને એક સાફ વાસણમાં નાખી દો.

હવે તેમાં પહેલા એક ગ્લાસ ગરમ પાણી ઉમેરો, અને લીક્વીડને બરાબર હલાવો. ત્યાર બાદ તેમાં ફરી પાછું એક ગ્લાસ ગરમ પાણી ઉમેરી દો, અને તેને બરાબર મિક્સ કરીને હલાવી લો. (પાણી તમારે વધારે ગરમ લેવાનું નથી થોડું જ ગરમ હોય તેવું પાણી લેવાનું છે.)

હવે તમારે તે લીક્વીડને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે, જ્યાં સુધી તે ઠંડુ ન થઇ જાય કારણ કે ઠંડુ થતા જ, તે બહાર જેવું લીક્વીડ બનશે. સતત હલાવવાથી તે એકદમ સોફ્ટ પણ બનશે.હવે તમે તેને લગભગ પાંચથી સાત મિનીટ હલાવશો, એટલે તે ઠંડુ થઇ જાશે હવે તમે ચેક કરી લો, કે તેની કન્સીસટન્સી બહારના લીક્વીડ જેવી થઇ ગઈ કે નહિ.

હવે તેની ગુણવત્તા વધારવા માટે, તેમાં ચાર ચમચી જેટલું ડેટોલનું પાણી ઉમેરો, જેથી તે વધારે સારું અને અસરકારક બની જાય. ડેટોલ નાખ્યા બાદ તે લીક્વીડને, બરાબર રીતે હલાવીને, ડેટોલ તેમાં મિક્સ કરી લો.

હવે તૈયાર છે તમારું લીક્વીડ હેન્ડવોશ. સાવ ખર્ચા વગરનું અને વેસ્ટ વસ્તુનો ઉપયોગ પણ થઇ ગયો, અને એક નવી જ વસ્તુ બની કે જે બજારમાં મળે તેવી જ છે. હવે કોઈ ઘરે આવશે તો કોઈને પણ ખબર નહિ પડે કે, તમે આ લીક્વીડ આ રીતે વધેલા સાબુના, વેસ્ટ ટુકડામાંથી બનાવેલું છે તેટલું સારું બનશે.

આ પણ વાંચોઃજિમ અને યોગા કરવાનો આવે છે કંટાળો ? તો વજન ઘટાડવા આ એક્સરસાઇઝ કરશે તમને મદદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:01 am, Thu, 10 September 20

Next Article