ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તાપી પાર લિંક પ્રોજેક્ટ રદ કરાયો

|

May 21, 2022 | 4:46 PM

ગુજરાત સરકારે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદના પગલે તાપી પાર લિંક પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તાપી પાર લિંક પ્રોજેક્ટ રદ કરાયો
Gujarat Tapi Par Narmada Link Project (File Image)

Follow us on

ગુજરાત(Gujarat)  સરકારે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદના પગલે તાપી પાર લિંક(Tapi Par Link Project)  પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  સુરતમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં આદિવાસી સમાજ દ્વારા યોજનાનો વિરોધ કરાયો હતો. તેમજ આદિવાસીઓની લાગણીને માન આપીને આ યોજના રદ કરાઈ છે. તેમજ આદિવાસીઓના હિત માટે અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે.

ગુજરાત સરકારે બે માસ પૂર્વે આદિવાસી સમાજના વિરોધનો વંટોળ બનેલી અને દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વની એવી તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજના સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ તે અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યના આદિવાસી સમાજના લોકો તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં હતા. આ યોજનાથી આદિવાસીઓને ઘર-મકાન છિનવાઈ જવાનો ડર હતો. આ અંગેનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગજેન્દ્ર શેખાવત, સી. આર.પાટીલ અને અન્ય સાંસદો, ધારાસભ્યોની બેઠકમાં જ લેવાઈ ગયો હતો. જેની બાદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.

ગુજરાતના આદિવાસી સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળી હતી

તેમજ આ અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના નેતૃત્વમાં કેન્દ્રીય ગુહપ્રધાન અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય સિંચાઇ મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાતના આદિવાસી સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળી હતી. જેની બાદ આ યોજનાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને

તેમજ લાગણીઓના નામે કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો પણ ઋષિકેશ પટેલે આક્ષેપ કર્યો હતો. તેમજ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓની લાગણીઓને ઉશ્કેરવાની કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ ઉપરાંત આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ કોંગ્રેસના સમયની યોજના છે. મંત્રી તરીકે અમે ખાતરી આપી હતી કે આ યોજના અમલી નહિ બને. અમે કોઈની જમીન લેવા માંગતા નથી. અમે ખાતરી આપી છે એ પ્રમાણે અમે કેન્દ્રીય નેતાઓને મળ્યા છીએ. ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને તેને સ્થગિત કરવામાં આવે છે.

Published On - 4:28 pm, Sat, 21 May 22

Next Article