ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં રુ.150નો કરાયો વધારો

આચાર સંહિતા (Code of Conduct) લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં રુ.150નો કરાયો વધારો
રાજ્ય સરકારની મોટી જાહેરાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 10:38 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતા જ આજે આચારસંહિતા પણ લાગુ થઇ જશે. ત્યારે આચાર સંહિતા લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં બદલે હવે રુ. 450 મળશે. તો GRD જવાનોને પ્રતિદિન રૂપિયા 200નાં બદલે 300 રુપિયા મળશે. આ વધારો નવેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ બપોરે 12 કલાકે જાહેર થવાની છે. જે પછી ગુજરાતમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઇ જશે અને સરકાર દ્વારા કોઇ જાહેરાત કરી શકાશે નહીં. ત્યારે ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડી જવાનોને મનાવવા રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં 150 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં બદલે હવે રુ. 450 મળશે. તો GRD જવાનોને પ્રતિદિન રૂપિયા 200નાં બદલે 300 રુપિયા મળશે. આ વધારો નવેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે હોમગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ત્યારે આ સમારોહમાં હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનો ઘણા સમયથી તેમના ભથ્થામાં વધારાની માગણી કરી રહ્યા હતા. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા તેમને રીઝવવા માટે આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">