Breaking News : નકલી કોસ્મેટિક બનાવતા એકમો સામે મોટી કાર્યવાહી, અલગ-અલગ શહેરોમાંથી 1 કરોડનો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી કોસ્મેટિકનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. નકલી કોસ્મેટિક વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત, કેશોદ અને ગાંધીનગરથી નકલી કોસ્મેટિકનો 1 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Breaking News : નકલી કોસ્મેટિક બનાવતા એકમો સામે મોટી કાર્યવાહી, અલગ-અલગ શહેરોમાંથી 1 કરોડનો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video
Ahmedabad
| Edited By: | Updated on: May 23, 2025 | 2:54 PM

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે નકલી કોસ્મેટિકનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. નકલી કોસ્મેટિકનું ઉત્પાદન કરનારા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત, કેશોદ અને ગાંધીનગરથી નકલી કોસ્મેટિકનો 1 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ફૂડ અને ડ્રગ વિભાગે 14 નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે. આ સમગ્ર ઘટનામાં 3 લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના પેશાપુરમાં ડુપ્લીકેટ મહેંદીનો જથ્થો ઝડપાયો છે. સુરતના ઉમરગામ અને કેશોદમાં ડુપ્લીકેટ મસાજ ઓઈલનો પણ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં કોસ્મેટિકની ભ્રામક જાહેરાત બતાવી પ્રોડક્ટ વેચતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આરોપીઓ ખોટા દાવા કરી કોસ્મેટિકનું ઓનલાઈન વેચાણ કરતા હતા.

નકલી કોસ્મેટિક વિરૂદ્ધ મોટી કાર્યવાહી

જો તમે મહેંદી, હેર કલર કે શક્તિવર્ધક ઓઈલની ભ્રામક જાહેરાતો જોઈ ઓનલાઈન કોસ્મેટિક ખરીદી કરો છો તો સાવધાન થઈ જાઓ. કેમ તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આવા નકીલ અને કોઈ પણ પ્રમાણ વગર કોસ્મેટિકનું ઉત્પાદન કરતા એકમો ઝડપી પાડ્યા છે. જેમાં સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકોના દરોડામાં 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નકલી કોસ્મેટિક અને ભ્રામક જાહેરાતો બતાવી કોઈપણ આધાર-પ્રમાણ વગરના કોસ્મેટિકનું ઓનલાઈન વેચાણ કરતા આ એકમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

3 લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ ઉત્પાદનોમાંથી 14 નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. સુરતમાં કોઇપણ લાયસન્‍સ વગર અથવા બ્રાન્ડના લાયસન્‍સનો ઉપયોગ કરી કોસ્મેટિક પ્રોડક્ટ બનાવામાં આવતી હતી. આ સાથે નાગરિકોને ગેરમાર્ગે દોરતાં લેબલ લગાડી ઓનલાઈન પ્લેટફોર્મસ પર તેનું વેચાણ કરવામાં આવતુ. બીજી તરફ સુરતની જ વ્રિક્સટી આયુર્વેદાના માલિક દ્વારા સોશિયલ મીડિયામાં માધ્યમથી બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરવામાં આવતું હતું. જ્યારે ગાંધીનગરના પેથાપુરમાં દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક દ્વારા બ્રાન્‍ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો