Mahisagar : જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડતા લોકોને રાહત

|

Jun 30, 2022 | 6:42 PM

ગુજરાતમાં(Gujarat) આગામી 5 દિવસ સુધી છૂટોછવાયો અને સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યારે 1 જુલાઈ બાદ ભારે વરસાદ થવાની સંભાવના છે.

Mahisagar : જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડતા લોકોને રાહત
mahisagar rain

Follow us on

ગુજરાતમાં(Gujarat) સતત વધી રહેલા ઉકળાટ અને હવામાન વિભાગની(IMD) આગાહી બાદ મહીસાગર(Mahisagar)  જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં મહીસાગર જિલ્લાના રાજસ્થાન પાસે આવેલા સરહદી વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. જેમાં પ્રથમ વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે. મહીસાગર જિલ્લામાં બચકરીયા, રાઠ, ડિટવાસ, પુનાવાડા સહિત આસપાસના ગ્રામીણ પંથકમાં વરસાદ નોંધાયો છે.

5 દિવસ છુટો છવાયો વરસાદ રહેશે

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી છૂટોછવાયો અને સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યારે 1 જુલાઈ બાદ ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર, પંચમહાલ અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી 1 જુલાઈ સુધી વરસાદ વરસશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

આગાહી વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે….સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કડોદરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે.. બારડોલી નગરના પણ વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.. તો ઝાપટાને કારણે વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.. સુરતના કામરેજ પંથકમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો…વરસાદના કારણે નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી..

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી

ગુજરાતમાં ચોમાસુ  આગળ વધી રહ્યુ છે. રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી  કરી છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આગાહી છે કે 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે. રથયાત્રાના દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસશે. રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો. એટલે કે હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે.

Published On - 6:37 pm, Thu, 30 June 22

Next Article