Mahisagar : લુણાવાડામાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ મનાઈ હુકમ, પાલિકાએ ભાજપ કોર્પોરેટરના પતિને નોટીસ ફટકારી

|

May 19, 2022 | 5:46 PM

ભાજપ શાસિત લુણાવાડા(Lunawada)નગરપાલિકા દ્વારા ભાજપના જ કોર્પોરેટર પ્રાચી ત્રિવેદીના કોન્ટ્રાકટર પતિ હેમાંગ ત્રિવેદીને નોટીસ ફટકારવામાં આવી છે.જેમાં બાંધકામ માટે નગરપાલિકાના આરસીસી રોડને પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેનું સમારકામ કરવામાં આવે તે અંગે પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Mahisagar : લુણાવાડામાં ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ મનાઈ હુકમ, પાલિકાએ ભાજપ કોર્પોરેટરના પતિને નોટીસ ફટકારી
Lunawada illegal Construction

Follow us on

ગુજરાતના મહિસાગર(Mahisagar)જિલ્લાના લુણાવાડા(Lunawada) શહેરમાં કોમન પ્લોટમાં ગેરકાયેસર બાંધકામ(Illegal Construction) બાબતે ભાજપ કોર્પોરેટરના કોન્ટ્રાક્ટર પતિને પાલિકાએ નોટીસ ફટકારી મનાઈ હુકમ ફરમાવ્યો છે. જેમાં મધવાસ દરવાજા પાસે આવેલ વિવાદિત જમીનમાં ભૂરા બુરહાનુદ્દીન મુસ્તાક અહેમદ દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ભાજપના જ કોર્પોરેટર પ્રાચી ત્રિવેદીના કોન્ટ્રાકટર પતિ હેમાંગ મનહરલાલ ત્રિવેદીને નોટીસ ફટકારવામાં આવી છે.

આરસીસી રોડને પણ કોન્ટ્રાક્ટર દ્વારા  નુકસાન પહોંચાડવામાં આવ્યું

જેમાં બાંધકામ માટે નગરપાલિકાના આરસીસી રોડને પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેનું સમારકામ કરવામાં આવે તે અંગે પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ જો કોન્ટ્રાક્ટર દ્વારા આ નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ 1976ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વિવાદિત જમીન બાબતે કોઈ ચૂકાદો ન આવે ત્યાં સુધી કામકાજ બંધ રાખવા મનાઈ હુકમ કરાયો છે. તેમજ આ જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

સીટી સર્વે સુપરિટેન્ડનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.

જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ લુણાવાડામાં મધવાસ દરવાજા પાસે ઉષ્માનિયાનગર સોસાયટીમાં પાલિકાનો RCC રોડ તોડી કોમન પ્લોટમાં ગેરકાયદે રીતે બાંધકામ શરૂ થયાની અનેક ફરિયાદો જોવા મળી છે. જ્યારે પાલિકા દ્વારા આ બાંધકામના સર્વે નંબર પર પ્રાંત ઓફિસમાં કેસ ચાલતો હોવાથી આ મિલકતમાં પડેલ ફેરફાર નોંધ સીટી સર્વે સુપરિટેન્ડનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભૂરા બુરહાનીદીન મુસ્તાક અહેમદ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો

આ વિવાદિત જમીનને DILR કચેરી દ્વારા માપણી કરી હદ નિશાની નક્કી કરવામાં ન આવે અને આખરી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી પાલિકાના કોર્પોરેટર પ્રાચી ત્રિવેદીના પતિ હેમાંગ મનહરલાલ ત્રિવેદી રહે આસ્થા બંગલો લુણાવાડાને બાધકામ કરવાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. આ અંગે હેમાંગ  ત્રિવેદીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કાલે કામ બંધ કરાવવા માટે આવ્યા હતા જેથી મેં કામ બંધ કર્યું છે આ બાંધકામ માટે મને ભૂરા બુરહાનીદીન મુસ્તાક અહેમદ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને તેમના નામના પુરાવા છે

Next Article