Mahisagar : લુણાવાડામાંથી ભંગારની દુકાનમાંથી વિદ્યાર્થીનીઓને અપાયેલી સાયકલ મળી આવી, તપાસના આદેશ અપાયા

|

Jul 20, 2022 | 7:12 PM

મહીસાગર(Mahisagar) જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ ભંગારની દુકાનના કે જ્યાં વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં જે સાયકલો આપવામાં આવે છે. આ સાયકલોનો જથ્થો મળી આવ્યો હતો.

Mahisagar : લુણાવાડામાંથી ભંગારની દુકાનમાંથી વિદ્યાર્થીનીઓને અપાયેલી સાયકલ મળી આવી,  તપાસના આદેશ અપાયા
Mahisagar Bicycle

Follow us on

ગુજરાતમાં(Gujarat)  અંતરિયાળ ગામોમાં વિદ્યાર્થીનીઓને (School girls)  અભ્યાસમાં સરળતા રહે તે માટે મફતમાં સાયકલ(Bicycle)  આપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. જેમાં અનેક જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવતી હોય છે. પરંતુ આ સાયકલો મહીસાગર (Mahisagar) જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભંગારની દુકાનમાંથી મળી આવતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. તેમજ આ અંગે તાત્કાલિક ધોરણે અધિક જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ ભંગારની દુકાનના કે જ્યાં વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં જે સાયકલો આપવામાં આવે છે. આ સાયકલોનો જથ્થો મળી આવ્યો હતો. આ સાઇકલો ક્યાંથી આવી તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.. ત્યારે આ બાબતની જાણ થતા વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી પંકજ ચુડાસમા એ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ સાયકલો જોતા ક્યાં વિભાગની જે તે નક્કી થતું નથી પરંતુ સવાલ એ થાય છે કે આટલી બધી માત્રામાં ભંગારની દુકાનમાંથી સાયકલ મળી આવતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.

જ્યારે આ બાબતે માધ્યમિક શિક્ષણ અધિકારી પણ અમારો આમાં કોઈ રોલ નથી તેમ જણાવ્યું હતું ત્યારે અલગ અલગ વિભાગ દ્વારા આ સાયકલ સહાય આપવામાં આવે છે ત્યારે કોઈ પણ વિભાગ આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી. જો કે રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ફાળવાયેલી સાયકલ ભંગારની દુકાન સુધી કેવી રીતે પહોંચી અને તે આ દુકાન સુધી કોણ લઈને આવ્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ ઉપરાંત એ બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાયક્લો મહીસાગર જિલ્લાની જ છે કે પછી અન્ય કોઇ જિલ્લામાંથી અહિયાં લાવવામાં આવી છે. આ ઉપરાંત સરકારે ફાળવેલી આ સાયક્લો શું વાસ્તવમાં વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી છે કે પછી ફાળવણી કર્યા વિના બારોબાર ભંગાર થયા બાદ વેચવામાં આવી છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Next Article