Mahisagar: ખાતર-બિયારણ વેચનારા વહેપારીઓના 54 સ્થળો પર ખેતીવાડી વિભાગે ચકાસણીની કાર્યવાહીથી લેભાગુઓમાં ફફડાટ

|

May 28, 2022 | 9:52 PM

ચોમાસાની વાવણી પહેલા જ સરકારે તંત્રને એલર્ટ કરીને ખેડૂતોના હિતમાં દોડતુ કરતા ખેડૂતોમાં રાહત સર્જાઈ છે. તો બીજી તરફ નકલી બિયારણ વેચનારા અને વધુ ભાવ લુંટનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

Mahisagar: ખાતર-બિયારણ વેચનારા વહેપારીઓના 54 સ્થળો પર ખેતીવાડી વિભાગે ચકાસણીની કાર્યવાહીથી લેભાગુઓમાં ફફડાટ
Mahisagar જિલ્લામાં ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી

Follow us on

મહીસાગર (Mahisagar) જિલ્લામાં ખેડૂતોને અનિયમીત ભાવે અને ગુણવત્તાની દૃષ્ટીએ બાંધછોડ કરનારા વહેપારીઓ સામે ખેતીવાડી વિભાગે (Department of Agriculture) લાલ આંખ કરી છે. વિભાગની વિશેષ સ્ક્વોડ દ્વારા મહીસાગર જિલ્લામાં અનેક સ્થળે તપાસ કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં અનેક સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી. તેમજ શંકાસ્પદ લાગતા ખાતર અને બિયારણના સેમ્પલ પણ મેળવવામાં આવ્યા હતા. વિશેષ ટીમ ત્રણ અધિકારીઓને રચવામાં આવી છે અને જે ખેડૂતોને સારી ગુણવત્તાનુ ખાતર અને બિયારણ મળી રહે અને સાથેજ યોગ્ય ભાવે મળી રહે તે બાબતનુ ધ્યાન રાખવાનો પ્રયાસ કરશે.

ઉનાળા બાદ હવે ચોમાસાની શરુઆત થવા સાથે જ હવે ખેડૂતો વાવણીમાં લાગી જશે. આ દરમિયાન ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી લે ભાગુ વહેપારીઓ દ્વારા ના થાય અને ખેડૂતો અને સારા વહેપારીઓના હિતમાં ખેતીવાડી વિભાગ ખુદ પ્રયાસો કરી રહ્યુ છે. જેથી ગુણવત્તા સભર અને યોગ્ય નિયત કરેલ ભાવે ખાતર બિયારણ વેચતા વહેપારીઓને પણ ખોટી કનડગત થાય અને સાથે જ ખેડૂતોની મહેનત સાથે છેતરપિંડી કોઈ ખોટા વહેપારીઓ ના કરે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે માટે સંયુક્ત ખેતિવાડી નિયામક વડોદરા દ્વારા ઝોન માટેની એક વિશેષ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જે સ્ક્વોડમાં છોટાઉદેપુર જિલ્લાના નાયબ ખેતી નિયામક અને બે ક્વોલિટી કંટ્રોલ ઈન્સ્પેક્ટરની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી છે.

જે ટીમ મહિસાગર જિલ્લામાં તપાસ અર્થે આવી પહોંચી હતી અને તેઓએ દવા-ખાતર અને બિયારણનુ વેચાણ કરનારા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં 54 જેટલા સ્થળો પર તપાસની કાર્યવાહી કરવમાં આવી હતી. જેમાં 29 જેટલા વહેપારીઓને ખુલાસા માંગી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સંતરામપુર અને ખાનપુરમાં કેટલાક વહેપારી અને સેન્ટર પરથી અનિયમિતતા જણાઈ આવી હતી. જેને લઈને શંકાસ્પદ લાગતી બાબતોની સ્પષ્ટતા કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વહેપારીઓમાં ફફડાટ

કેટલાક વહેપારીઓને નોટીસો પાઠવવામાં આવી હતી. જે નોટીસ દ્વારા અનિયિમતતાઓને લઈને ખુલાસા માંગવમાં આવ્યા હતા. ખાસ કરીને વેચાણના બાબતમાં કેટલીક શંકાસ્પદ બાબતો ટીમની નજરમાં આવી હતી. જે અનિયમિતતાઓને લઈને ખુલાસાઓ પુછ્યા હતા. આમ વહેપારીઓમાં ખેતિવાડી વિભાગની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો હતો. તો બીજી તરફ ખેડૂતોમાં પણ એ વાતે રાહત સર્જાઈ હતી, કે વાવણી પહેલા સરકાર દ્વારા તંત્રને સાબદુ કરીને ચકાસણી માટે દોડતુ કરી દેવામાં આવ્યુ છે. જેનાથી ખેડૂતો સાથે થતી આર્થિક અને નકલી બિયારણ જેવી છેતરપિંડીમાં રાહત મળશે.

Published On - 9:52 pm, Sat, 28 May 22

Next Article