ગુજરાતમાં મા, વાત્સલ્યમ્ કાર્ડ ધારકોને, ખાનગી હોસ્પિટલમાં 50 હજારની મર્યાદામાં મળશે કોરોનાની વિનામૂલ્યે સારવાર

ગુજરાત રાજ્યમાં મા અને વાત્સલ્યમ્ કાર્ડ ધરાવનારા, હવેથી રૂપિયા 50,000ની મર્યાદામાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિના મૂલ્યે કરાવી શકશે. એક દિવસના રૂપિયા 5000 લેખે, 10 દિવસના રૂપિયા 50,000 સુધીની સારવાર, આગામી 10મી જુલાઈ 2021 સુધી વિનામૂલ્યે કરાવી શકશે.

ગુજરાતમાં મા, વાત્સલ્યમ્ કાર્ડ ધારકોને, ખાનગી હોસ્પિટલમાં 50 હજારની મર્યાદામાં મળશે કોરોનાની વિનામૂલ્યે સારવાર
ગુજરાતમાં 77 સનદી અધિકારીઓની અરસ પરસ બદલી

ગુજરાત સરકારે, રાજ્યમાં મા અને વાત્સલ્યમ કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 50, 000ની મર્યાદામાં કોરોનાની સારવાર વિનામૂલ્યે કરાવવાની મંજૂરી આપી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી 80 લાખ પરિવારને કોરોનાની સારવારના ખર્ચમાં રાહત મળશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતમાં આજે મળેલી કોર કમિટીની બેઠકમાં, 30મી જુલાઈ સુધીની મુદત ધરાવતા મા અને મા વાત્સલમ કાર્ડ ધારકો, કોરોનાની સારવાર હવે ખાનગી હોસ્પિટલમાં લેવા માટે મંજૂરી આપી છે. ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે, મા અને મા વાત્સલમ કાર્ડ ધારક, એક દિવસના 5000ની ગણતરીએ, કુલ 10 દિવસની સારવાર માટે રૂપિયા 50, 000ની મર્યાદામાં માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર લઈ શકશે.

ગુજરાત સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે, રાજ્યમાં મા અને મા વાત્સલ્યમ કાર્ડ ધરાવતા 80 લાખ જેટલા પરીવારો કોરોનાની સારવારમાં રાહત મેળવી શકશે. ગુજરાતમાં હાલ કોરોનાની બીજી મહાભયાનક લહેર ચાલી રહી છે. ચોમેર કોરોનાનુ સંક્રમણ મોટી માત્રામાં વધી રહ્યું છે. ત્યારે મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડ ધારકોને આગામી 10મી જુલાઈ સુધી માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં, રૂપિયા 50,000ની મર્યાદામાં 10 દિવસ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકશે.

ગુજરાતમાં મા, મા વાત્સલ્યમ્ કાર્ડ ધારકોને 50 હજારની મર્યાદામાં, ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આરોગ્ય કાર્ડ ધરાવતા પરિવારોને ખાનગી હોસ્પિટલમાં 50 હજારની મર્યાદામાં સારવાર લઈ શકશે.