લો બોલો, માસ્ક નહી પહેરનારા પાસેથી 2 હજાર ખંખેરી લીધા, તપાસ કરી તો ખબર પડી કે અધિકારી જ નકલી છે, લોકોએ પોલીસને સોંપ્યો

|

Sep 30, 2020 | 3:34 PM

હાલ સુરતમાં વધતા કોરોનાના કેસોને લઈને સુરત મનપા દ્વારા ઝુંબેશ સઘન બનાવીને કોરોના કંટ્રોલમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માસ્ક વગર ફરતા અને કોરોના ગાઈડલાઈનનું પાલન નહિ કરતા લોકોને દંડવાનું કામ પણ પાલિકા કરી રહી છે. ત્યારે આ તકનો લાભ લઈ રૂપિયાની ઉઘરાણી કરતા એક શખ્સને લોકોએ પકડીને પીલીસને હવાલે કર્યો છે. સુરતના કાપોદ્રા […]

લો બોલો, માસ્ક નહી પહેરનારા પાસેથી 2 હજાર ખંખેરી લીધા, તપાસ કરી તો ખબર પડી કે અધિકારી જ નકલી છે, લોકોએ પોલીસને સોંપ્યો

Follow us on

હાલ સુરતમાં વધતા કોરોનાના કેસોને લઈને સુરત મનપા દ્વારા ઝુંબેશ સઘન બનાવીને કોરોના કંટ્રોલમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માસ્ક વગર ફરતા અને કોરોના ગાઈડલાઈનનું પાલન નહિ કરતા લોકોને દંડવાનું કામ પણ પાલિકા કરી રહી છે. ત્યારે આ તકનો લાભ લઈ રૂપિયાની ઉઘરાણી કરતા એક શખ્સને લોકોએ પકડીને પીલીસને હવાલે કર્યો છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં આજે માસ્કના નામે દંડની ઉઘરાણી કરી રહેલા એક શખ્સને લોકોએ પકડી પાડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આ શખ્સ કાપોદ્રાની સોસાયટીમાં ફરીને માસ્ક વગર બેસેલા કે માસ્ક વગર ફરતા લોકો સામે જઇ પોતે પાલિકાનો અધિકારી છે તેવો રોફ બતાવતો હતો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દંડ પેટે 2 હજાર રૂપિયાની માંગણી કરતો હતો. આજે પણ જ્યારે આ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં સોસાયટીમાં માસ્ક માટે દંડ ઉઘરાવતો જોવા મળ્યો ત્યારે લોકોએ તેને દબોચી લઈને પોલીસને હવાલે કર્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિની પત્ની પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે, જેનું નામ લઈને પોતે પણ પાલિકાનો કર્મચારી હોય તેવો રોફ બતાવીને માસ્કના દંડ પેટે રૂપિયા ખંખેરતો હતો. જોકે આજે તે લોકોના હાથે ચડી જતા પોલીસે તેની અટકાયત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article