આજે 28 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન પણ થશે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
અમદાવાદ સહિત આસપાસના પંથકમાં આવેલા ધોધમાર વરસાદને કારણે બાબા બાગેશ્વરના દરબારને પણ વરસાદનું વિઘ્ન નડ્યુ. ગાંધીનગરમાં ઝુંડાલ સ્થિત આજે બાબાના દિવ્ય દરબારનું આયોજન હતુ. જો કે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ભાવિકો ખુરશીનો સહારો લેતા જોવા મળ્યા હતા. ટપોટપ કરા પડતા ભાવિકો ખુરશી માથા પર લઈ આમતેમ દોડતા દૃશ્યમાન થયા હતા.
Tripura: આસામના લોકોને આવતીકાલે એટલે કે 29 મે, 2023ના રોજ મોટી ભેટ મળવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. આ સાથે વડાપ્રધાન મોદી રાજ્યને નવા ઈલેક્ટ્રીફાઈડ વિભાગો પણ સમર્પિત કરશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
સુરતમાં ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગમાં કાજલ હિન્દુસ્તાની બાબા બાગેશ્વરના સમર્થનમાં ખુલીને આવ્યા. તેમણે કહ્યું બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ રાષ્ટ્ર માટે કાર્ય કરી રહ્યાં છે. તો લવ જેહાદ અને ધર્માંતરણ સહિતના મુદ્દે હિન્દુઓને એકસંપ થવા હાકલ કરી હતી. કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ અસુરી શક્તિઓ પડી હોવાથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે.
સનાતનનો વિરોધ કરનારા પર પ્રહાર કરતા કાજલ હિંદુસ્તાનીએ કહ્યું કે મારી પાછળ પણ કેટલાક અસુરો પડ્યા છે. જેથી મારે પણ બાલાજીના આશીર્વાદની જરૂર છે. બાબા બાગેશ્વરના કાર્યક્ર્મમાં કાજલ હિંદુસ્તાની હજાર રહશે તેવું પણ જણાવતા સાથે સનાતન ધર્મને આગળ વધારવાની વાત કરી હતી. ભારત રક્ષા મંચના અભ્યાસ વર્ગદરમાયન આ નિવેદન સામે આવ્યું છે. બાબાના આશીર્વાદ લેવા કાર્યક્ર્મમાં કાજલ હિંદુસ્તાની પહોંચશે.
શહેરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને વરસાદ પડતા વિવિધ સ્થળે ઝાડ પડવાના કોલ નોંધાયા છે. ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમમાં આ કોલ નોંધાયા છે. રાયખડ સહિત 5 સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા છે. જ્યારે આશ્રમ રોડ પર બાટા શોરૂમ પાસે એક બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થતા કેટલાક લોકો ફસાયા હતા, જેને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું છે.
Ahmedabad: અમદાવાદમાં વરસાદને પગલે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે. મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. વધુ વાંચો
ગુજરાતમાં આજે સાંજે એકાએક વાતાવરણ પલટાવા સાથે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદની સાથે કરા વરસ્યા હતા. તો મહેસાણા, પાટણ, બોટાદ, ભાવનગર, મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સાંજે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે સાંજે રાજ્યના કેટલાક જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરમાં મોડી સાંજે, ગાજવીજ સાથે કરા વરસ્યા હતા. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડેલા વરસાદથી વરસાદી પાણી ભરાયા હતા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસા પૂર્વે પડેલા વરસાદને કારણે મહાનગરપાલિકાના તંત્રની ચોમાસાને લઈને કરાયેલ તૈયારીઓને લઈને સવાલો ઊભા થયા છે.
મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર આવતીકાલ 29 મેના રોજ કેન્દ્રીય મંત્રીઓ દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે. ભાજપના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રીય મંત્રી મોદી સરકારની 9 વર્ષની તમામ ઉપલબ્ધિઓ પર આધારિત પ્રેઝન્ટેશન આપશે. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે પ્રેસને સંબોધશે.
અમદાવાદમાં સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. શહેરમાં ગાજવીજ થવા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે, આજે અને આવતીકાલ સોમવારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
અમદાવાદમાં વાતાવરણમાં પલટો અને વરસેલા વરસાદ અંગેના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો
બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બરવાળા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બરવાળા તાલુકાના કુંડળ, બેલા, ટીંબલા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફુંકાવા સાથે વરસાદ વરસ્યો છે.
ડીસામાં ઠાકોર સમાજના સમુહ લગ્નમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરે સમાજના લોકોને સલાહ આપતા કહ્યું છે કે, જયાં સુધી ધંધા રોજગાર મેળવી આર્થિક સધ્ધર ન થાય ત્યાં સુધી ઘરે પારણું ન બાંધો. સમાજને વ્યસન મુક્ત, કુરિવાજો મુક્ત બનાવી શિક્ષણ વધારવાની અપીલ કરી હતી. ડીસામાં સાતમા સમૂહલગ્નમાં 45 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉપર લંડનમાં હુમલો થયો છે. આ હુમલામાં તેની કારને નુકસાન થયું છે. જો કે નવાઝ શરીફનો આબાદ બચાવ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પીટીઆઈના સમર્થકોએ નવાઝ શરીફ પર હુમલો કર્યો છે.
વેસ્ટર્ન ડિસટર્બન્સના કારણે ગુજરાતમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 28 અને આવતીકાલ 29 મે એ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તો આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ગુજરાતમાં વાતાવરણમાં આવનારા સંભવિત પલટાને લઈને, આગામી 2 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સલાહ આપવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.
ભારતના જમ્મુ-કાશ્મીર સહીત ઉતર ભારતના કેટલાક રાજ્ય તેમજ પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન સહિત 8 દેશોમાં એક સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ સવારે 11.20 વાગ્યે આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ગુજરાતની મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, આજે અંબાજી મંદિર પહોંચ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા, બાબા બાગેશ્વરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર હવન શાળાના પંડિતો દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટનાં અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમણે બપોરના રાજભોગ આરતીના દર્શન કર્યાં અને વિશેષ પુજા કરાવવામાં આવી હતી તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી.
આ સમાચાર વધુ જાણા અહીં ક્લિક કરો.
ભાજપના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન કુમાર કાનાણીએ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ભેળસેળીયા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે કાયદાને વધુ મજબૂત કરવાની માગ કરી છે. ધારાસભ્યનો દાવો છે કે હાલનો કાયદો નબળો છે. જેના કારણે ભેળસેળીયા તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે પનીર, આઇસક્રિમ,આઈસ ગોળાનો રંગ અને પીઝાના નમૂનાનો રિપોર્ટ ફેઇલ થયો હતો.
આ સમાચાર વધુ વિગતે જાણવા અહીં ક્લિક કરો.
પીએમ મોદીએ કહ્યું કે ગુલામી પછી, આપણા ભારતે ઘણું બધું ગુમાવીને તેની નવી સફર શરૂ કરી. એ સફર અનેક ચડાવ-ઉતારમાંથી પસાર થઈ, અનેક પડકારોને પાર કરીને આઝાદીના સુવર્ણ યુગમાં પ્રવેશી. આઝાદીનો આ અમર સમય વારસાને સાચવીને વિકાસના નવા આયામો સર્જવાનો અમર સમય છે. આઝાદીનો આ અમૃતકાળ દેશને નવી દિશા આપવાનો અમૃતકાળ છે.
પહેલીવાર નવી સંસદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે ત્યારે દુનિયા આગળ વધે છે. આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે. આ નવી ઇમારત વિકસિત ભારતના સંકલ્પોની પરિપૂર્ણતા જોશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા સંસદ ભવન ખાતે સંબોધન કરતા કહ્યું કે, ભારતની જવાબદારી બહુ મોટી છે. સફળતાની પહેલી શરત સફળ થવાનો વિશ્વાસ છે. નેશન ફ્રસ્ટની ભાવનાથી આગળ વધવુ પડશે
25 વર્ષ બાદ આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આ 25 વર્ષમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવું છે. લક્ષ્ય મોટુ છે. કઠીન પણ છે. પણ દરેક દેશવાસીઓએ નવો સંકલ્પ કરવાનો છે.
વડાપ્રધાને સંબોધનમાં વધુ જણાવ્યું કે, 30 હજાર નવા પંચાયત ભવન બન્યા છે. પંચાયતથી સંસદ સુધી અમારી નિષ્ઠા એક છે. દેશનો વિકાસ, દેશના લોકોનો વિકાસ રહ્યો છે. 15 ઓગસ્ટે મે લાલકિલ્લા પરથી કહ્યું હતુ. આ સમય છે સાચો સમય છે. દરેક દેશમાં એક એવો સમય આવે છે કે નવી ચેતના પ્રગટે છે.
નવી સંસદ બનાવનાર શ્રમિકોના યોગદાનને ડિજિટલ લાયબ્રેરીમાં સમાવેશ કરાયો છે. કોઈ નિષ્ણાંત પાછલા નવ વર્ષની સમિક્ષા કરે તો નવ વર્ષ નવ નિર્માણના રહ્યા છે, નવ કલ્યાણના રહ્યાં છે. 11 કરોડ શૌચાલય બન્યા છે તેનુ મને ગર્વ છે. મહિલાઓનુ માથુ ગર્વિન્ત કર્યું છે. 4 લાખ કિલોમીટર રસ્તા બનાવ્યા છે.
દેશમાં વર્ષોથી નવી સંસદની જરૂર હોવાની વાત થતી આવી હતી. આવનારા વર્ષોમાં સંસદસભ્યોની સંખ્યા વધશે. આથી સમયની પણ માંગ હતી કે નવી સંસદની જરૂર રહેશે. આ સંસદ આધુનિક સુવિધાયુક્ત છે. આ નવા સંસદમાં સૂર્યપ્રકાશ સીધો આવી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે, સંસદની નવી ઈમારત આપણા પ્રયાસનું જીવંત ઉદાહરણ બન્યુ છે. નવી સંસદ દરેક ભારતીયના ગર્વની વાત છે. લોકસભાનો આંતરીક ભાગ મોર આધારિત છે. રાજ્યસભાનો આંતરીક ભાગ કમળ આધારિત છે. સંસદનું પ્રાગણમાં વડ પણ છે.
ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવનાર કાર્યસ્થળને પણ નવુ અને આધુનિક હોવુ જોઈએ. દુનિયાના સૌથી સમૃદ્ધ અને વૈભવશાળી રાષ્ટ્રોમાં ભારતની ગણના થાય છે. મંદિર, વાસ્તુ વગેરે દેશની વિશેષજ્ઞા છે. સેંકડો વર્ષની ગુલામીએ આપણું ગૌરવ છીનવી લીધુ હતુ. ભારત આજે ગુલામીની વિચારણસરણીને પાછળ છોડી રહ્યું છે.
આપણું બંધારણ જ અમારો સંકલ્પ છે, આ સંસદ દેશનુ પ્રતિનિધિત્વ કરે છે. જે રોકાઈ જાય છે તેનુ ભાગ્ય પણ રોકાઈ જાય છે. જે ચાલતો જાય છે તેનુ ભાગ્ય પણ ચાલતુ રહે છે. ગુલામી બાદ બહુ બઘુ ગુમાવીને આપણે યાત્રા શરુ કરી હતી. અનેક ઉતાર ચડાવ બાદ, કસોટી બાદ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ.
સંસદ ભવન 140 કરોડ લોકોના સપનાનું પ્રતિબિંબ છે. તે નીતિને બાંધકામ સાથે જોડે છે. સંકલ્પને સિદ્ધિ સાથે જોડવાની આ કડી છે. અમૃતકલ ખાતે લોકોને નવી સંસદની ભેટ.
દેશની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો અમર બની જાય છે – PM મોદી
કાર્યક્રમને સંબોધતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે દેશ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી છે. નવું સંસદ ભવન અઢી વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ થયું હતું.
નવી સંસદમાં ડેપ્યુટી સ્પીકરે કહ્યું કે નવું સંસદ ભવન લોકશાહીનું પારણું છે. આ ભવ્ય ઈમારત નવો ઈતિહાસ લખશે. તે ગુલામીની માનસિકતામાંથી મુક્તિનું પ્રતીક છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર ટ્વિટ કર્યું છે. મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે સંસદ જનતાનો અવાજ છે. વડાપ્રધાન સંસદ ભવનનાં ઉદ્ઘાટનને રાજ્યાભિષેક તરીકે ગણી રહ્યાં છે.
संसद लोगों की आवाज़ है!
प्रधानमंत्री संसद भवन के उद्घाटन को राज्याभिषेक समझ रहे हैं।
— Rahul Gandhi (@RahulGandhi) May 28, 2023
નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બીજો તબક્કો ડેપ્યુટી સ્પીકર હરિવંશ નારાયણના સંબોધન સાથે શરૂ થયો. તેમણે કહ્યું કે નવી સંસદ ભવન વાસ્તુકલાનું અદ્ભુત ઉદાહરણ છે. આ અમારા માટે ગર્વની ક્ષણ છે.
નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા છે.
તાળીઓના ગડગડાટ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિવંશ નારાયણે કહ્યું કે ગર્વની ક્ષણ છે.
आज का दिन हम सभी देशवासियों के लिए अविस्मरणीय है। संसद का नया भवन हम सभी को गर्व और उम्मीदों से भर देने वाला है। मुझे पूर्ण विश्वास है कि यह दिव्य और भव्य इमारत जन-जन के सशक्तिकरण के साथ ही, राष्ट्र की समृद्धि और सामर्थ्य को नई गति और शक्ति प्रदान करेगी। pic.twitter.com/aOReN4JiF4
— Narendra Modi (@narendramodi) May 28, 2023
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં જે કંઈ પણ સારું થાય છે તે કોંગ્રેસ પચાવી શકી નથી. તેઓ સેંગોલ વિશે ખોટું બોલી રહ્યા છે. સંસદ લોકશાહીનું મંદિર છે, જે રીતે આરજેડી નવી સંસદ માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે, જનતા તેમને જડબાતોડ જવાબ આપશે.
આરજેડીના ટ્વીટ બાદ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું છે. ઓવૈસીએ આરજેડીની ટીકા કરી છે અને કહ્યું છે કે તેનું કોઈ સ્ટેન્ડ નથી. નવી સંસદ ભવન બનાવવાની જરૂર હતી. સંસદ ભવનને શબપેટી તરીકે વર્ણવવું ખોટું છે. જો કે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે જો લોકસભા સ્પીકર તેનું ઉદ્ઘાટન કર્યું હોત તો સારું થાત.
આરજેડીના ટ્વીટ પર હંગામો થયો છે. સુશીલ મોદીએ તેના પર નિશાન સાધતા દેશદ્રોહનો કેસ ચલાવવાની માગ કરી છે. આરજેડીએ નવા સંસદ ભવન સાથેના શબપેટીની તસવીર શેર કરી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નવી સંસદમાં સ્થાપિત પવિત્ર ‘સેંગોલ’ને ભારતના ન્યાય, સાર્વભૌમત્વ અને શક્તિના પ્રતીક તરીકે વર્ણવ્યું હતું. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે, PM મોદી દ્વારા આજે નવા સંસદ ભવનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર ‘સેંગોલ’ની સ્થાપના એ ભારતના સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે તમામ દેશવાસીઓના આદર અને વિશ્વાસની એકીકૃત અભિવ્યક્તિ છે.
નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં સમગ્ર મોદી કેબિનેટ હાજર છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ તેમાં ભાગ લેવા પહોંચ્યા છે.
નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ધર્મોના પાઠ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને ઘણા દિગ્ગજ નેતાઓ હાજર છે.
#WATCH | ‘Sarv-dharma’ prayers are underway at the new Parliament building as the inauguration ceremony is led by PM Modi pic.twitter.com/6NyADeDZoM
— ANI (@ANI) May 28, 2023
નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ધર્મોના પાઠ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને ઘણા દિગ્ગજ નેતાઓ હાજર છે.
PM મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું. મજૂરોનું પણ સન્માન કર્યું.
પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની જમણી બાજુએ સ્થાપિત કરવામાં આવ્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
नए संसद भवन के लोकार्पण के शुभ अवसर पर प्रधानमंत्री श्री @narendramodi ने किया साष्टांग दंडवत प्रणाम!#MyParliamentMyPride pic.twitter.com/9vGHHPuvIE
— BJP (@BJP4India) May 28, 2023
નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ સેંગોલની સ્થાપના કરી.
પીએમ મોદી નવા સંસદ ભવન પહોંચ્યા છે. હાલમાં તેઓ નવા સંસદ ભવનનાં પૂજા સ્થળ પર છે. ઉદ્ઘાટન સમારોહ ટૂંક સમયમાં શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજા હવનથી થશે.
પીએમ નરેન્દ્ર મોદી થોડીવારમાં નવા સંસદ ભવન પહોંચવાના છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ઘણા રસ્તાઓ 3 વાગ્યા સુધી બંધ છે. 8 થી 10 હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે નેતાઓ ધીમે ધીમે સંસદ ભવન પહોંચવા લાગ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ સંસદ ભવન પહોંચ્યા છે. પીએમ મોદી પણ થોડીવારમાં નવા સંસદ ભવન પહોંચશે. શેડ્યૂલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7.15 વાગ્યે પહોંચશે અને 7.30 વાગ્યાથી ગાંધી મૂર્તિ પાસે બનેલા પંડાલમાં વિધિવત પૂજા શરૂ થશે.
વડાપ્રધાન મોદી સવારે 7.15 કલાકે વિજય ચોક પહોંચશે.
ગાંધીજીની પ્રતિમા પાસે બનેલા પંડાલમાં સવારે 7.30 કલાકે પૂજા શરૂ થશે.
સવારે 8.30 કલાકે પૂજા પૂર્ણ થશે.
સવારે 8.30 વાગ્યા પછી વડાપ્રધાન અન્ય મહાનુભાવો સાથે ચેમ્બરની મુલાકાત લેશે.
સવારે 9 થી 9.30 પ્રાર્થના સભા થશે
સવારે 9.30 વાગ્યા પછી વડાપ્રધાન પ્રાર્થના સભા માટે રવાના થશે.
થોડીવારમાં હવન-પૂજા શરૂ થશે. સેંગોલની સ્થાપના વૈદિક પદ્ધતિથી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.15 કલાકે વિજય ચોક પહોંચશે.
આજે દેશને નવું સંસદ ભવન મળશે. PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.
Published On - 6:46 am, Sun, 28 May 23