ગુજરાતમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

|

May 05, 2022 | 11:41 PM

ગુજરાતમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં ડીઆરઆઇ, કસ્ટમ અને એટીએસનું સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થો ઝડપાયો છે.

ગુજરાતમાં(Gujarat)  કંડલા અને મુન્દ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ(Pipavav Port)  પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો(Drugs)  જથ્થો ઝડપાયો છે. જેમાં ડીઆરઆઇ, કસ્ટમ અને એટીએસનું સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થો ઝડપાયો છે. જેમાં પોર્ટ પરના કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે. જેમાં અત્યાર સુધીમાં દેશભરમાં ઝડપાયેલા કન્સાઇનમેન્ટમાં સૌથી મોટું કન્સાઇનમેન્ટ હોવાની સંભાવના છે. હાલ તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર ઓફિસરોના પીપાવાવ પોર્ટ પર ધામા નાખ્યા છે.

ભેજાબાજ આરોપીઓએ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો

ગુજરાતની જળસીમામાંથી ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે…અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 80  કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ડ્રગ્સના દૂષણ સામે આ સૌથી મોટી કાર્યવાહી છે.ઉત્તરાયણમાં જેમ પતંગની દોરી પર રંગ ચઢાવાય છે.તેમ ભેજાબાજ આરોપીઓએ સુતળી પર ડ્રગ્સનો ઢોળ ચઢાવ્યો હતો.

હજુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

જો કે, DRI,કસ્ટમ વિભાગ અને ATS સામે ડ્રગ્સ માફિયાઓની આ યુક્તિ ચાલી નહીં. આ ઉપરાંત પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલા કન્ટેનરમાંથી નશીલી દવાનો જથ્તો પણ મળ્યો છે. 9 હજાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાતા હાલ તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓએ પીપાવાવ પોર્ટ પર ધામા નાખ્યા છે. આગામી સમયમાં આ મુદ્દે હજુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે.એક બાદ એક ડ્રગ્સના કન્સાઇનમેન્ટ હોય કે બોટ મારફતે દરિયાઇ સીમાંથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે..આવી જ રીતે એક માહિતી ગુજરાત એટીએસને મળી હતી કે પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાં ડ્રગ્સ પડ્યું છે..જેને લઈ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ સંયુક્ત ઓપરેશથી પીપાવાવ પોર્ટ પર સુતળી ભરેલું એક કનસાઇન્ટમેન્ટ પકડયું.

પરતું ગુજરાતમાં  કન્ટેનર રહેલ હેરોઇન ક્યાં જવાનું હતું તે દિશા અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે..બીજી બાજુ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી વાપરી હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે..પણ ગુજરાત એટીએસના હાથે ઝડપાઇ જાય છે.

આ પણ વાંચો : પોરબંદર : નિવૃત બેંક કર્મચારીએ ચોપાટી પર રેત શિલ્પોનું અદભૂત સર્જન કર્યું

આ પણ વાંચો :  Mehsana: ખેરાલુ તાલુકામાં પાણી મુદ્દે ખેડૂતો આકરા પાણીએ, 30 ગામના લોકોનો નિર્ણય ‘પાણી નહીં તો મત નહીં’નો નિર્ણય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 5:57 pm, Fri, 29 April 22

Next Article