પોરબંદર : નિવૃત બેંક કર્મચારીએ ચોપાટી પર રેત શિલ્પોનું અદભૂત સર્જન કર્યું

નથુભાઈ તહેવાર અને ખાસ દીવસોને અનુલક્ષીને રેતશિલ્પ બનાવે છે. નથુભાઈ રેતશિલ્પ પર ખૂબ જ ઝીણવટ ભરી કલાકૃતિઓ પણ બનાવે છે. નથુભાઈ રેતશિલ્પ બનવા માટે કોઈ કેમિકલનો પણ ઉપયોગ કરતા નથી.

પોરબંદર : નિવૃત બેંક કર્મચારીએ ચોપાટી પર રેત શિલ્પોનું અદભૂત સર્જન કર્યું
Porbandar: A retired bank employee has created a wonderful sand sculpture on Chopati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:54 PM

પોરબંદરના (Porbandar) એક રિટાયર્ડ બેન્ક કર્મચારી (Bank employee)  પોતાની રિટાયર્ડ લાઈફમાં પોતામાં રહેલ કળાના માધ્યમથી પોરબંદરના ચોપાટી ખાતે અનેક રેતશિલ્પ (Sand sculpture)બનાવી લોકોને વિવિધ સંદેશ અને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છે.

સામાન્ય રીતે લોકો પોતાની રિટાયર્ડ લાઈફ એસો-આરામથી જીવતા હોય છે. પરંતુ પોરબંદરના રિટાયર્ડ બેન્ક કર્મચારી નથુભાઈ ગરચર પોતાની રિટાયર્ડ લાઈફમાં પોતાની અંદર રહેલ કલાનો સદઉપયોગ કરી રહ્યા છે. નથુભાઈ ગરચર નાનપણથી જ ચિત્રકલા પ્રત્યે ખુબ રુચિ ધરાવતા હતા. ચિત્રકલામાં નિપુણ થવા માટે નથુભાઈ રેતીમાં ચિત્ર બનાવવાની પ્રેક્ટિસ કરતા. આ પ્રેક્ટિસ દરમિયાન નથુભાઈને રેતશિલ્પમાં હાથ બેસી જતા તેઓએ માત્ર 12 વર્ષની ઉંમરથી રેતશિલ્પ બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં નથુભાઈએ 1000થી વધુ રેતશિલ્પ બનાવ્યા છે. નથુભાઈ વિવિધ પ્રકારના રેતશિલ્પ બનાવે છે. રેતશિલ્પ બનાવવા માટે 1 કલાકથી લઈ એક દિવસ સુધીનો સમય લાગી શકે છે.

નથુભાઈ તહેવાર અને ખાસ દીવસોને અનુલક્ષીને રેતશિલ્પ બનાવે છે. નથુભાઈ રેતશિલ્પ પર ખૂબ જ ઝીણવટ ભરી કલાકૃતિઓ પણ બનાવે છે. નથુભાઈ રેતશિલ્પ બનવા માટે કોઈ કેમિકલનો પણ ઉપયોગ કરતા નથી. માત્ર દરિયાનું પાણી,ચપ્પુ,પીંછી,અને નાનકડા પતરાના ટુકડાથી રેતશિલ્પ તૈયાર કરે છે. નથુભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ રેતશિલ્પને મોટાભાગના લોકો વખાણી રહ્યા છે. નથુભાઈ પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારી રહ્યા છે.અને સૌ નથુભાઈની કલાને સલામ કરી રહ્યા છે.

આ પણ વાંચો

નથુભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ રેતશિલ્પમાંથી મોટાભાગના રેતશિલ્પમાંથી લોકોને કોઈને કોઈ સારો સંદેશ અને પ્રેરણા મળી રહે છે.ત્યારે નથુભાઈના રેતશિલ્પને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ દુનિયામાં પ્રસિધ્ધ થાય છે.

આમ તો નથુભાઈ ચિત્ર કલા સાથે રેતીશિલ્પ બનાવી લોકો સુધી સંદેશ પહોંચાડે છે. તાજેતરમાં જ લતા મંગેશકર, નરેન્દ્ર મોદી, ગાંધીજી, હનુમાનજી, કૃષ્ણ સુદામાના શિલ્પ બનાવી લોકો સમક્ષ મુકયા હતા.

આ પણ વાંચો :PM MODI 30મી એપ્રિલે મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટ ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં છેડાયુ શાબ્દીક યુદ્ધ, અમૃતા ફડણવીસે ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું તો સુપ્રિયા સુલેએ આપ્યો આ જવાબ

Latest News Updates

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
g clip-path="url(#clip0_868_265)">