લાજપોર જેલમાંથી હત્યા કેસના આરોપીએ વીડિયો કોલ કર્યાના ફોટા થયા વાયરલ, જેલ તંત્રમાં ખળભળાટ
સુરતની લાજપોર જેલમાં બંધ હત્યા કેસના આરોપી, જેલમાંથી જ કોઈને વીડિયો કોલ કરતા હોવાના ફોટા વાયરલ થતા જેલ તંત્ર બચાવની ભૂમિકામાં આવ્યું છે. સુરતની લાજપોર જેલ હાઈટેક જેલમાં ગણના થાય છે. આ જેલમાં કેદીઓ કેવા જલસા કરે છે તેનો બોલતો પુરાવો વાયરલ સ્વરુપે સામે આવ્યો છે. આ પૂરાવો સામે આવતા જ લાજપોર જેલના અધિકારીઓની બોલતી […]

સુરતની લાજપોર જેલમાં બંધ હત્યા કેસના આરોપી, જેલમાંથી જ કોઈને વીડિયો કોલ કરતા હોવાના ફોટા વાયરલ થતા જેલ તંત્ર બચાવની ભૂમિકામાં આવ્યું છે. સુરતની લાજપોર જેલ હાઈટેક જેલમાં ગણના થાય છે. આ જેલમાં કેદીઓ કેવા જલસા કરે છે તેનો બોલતો પુરાવો વાયરલ સ્વરુપે સામે આવ્યો છે. આ પૂરાવો સામે આવતા જ લાજપોર જેલના અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ છે. જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યો કોણ લાવ્યુ જેલમાં ફોન લઈ જવામાં કોની મદદગારી છે. વગેરે મુદ્દાએ કોઈ જ અધિકારી બોલતા નથી.
સુરતના અસમાજીક તત્વ સૂર્યા મરાઠીની હત્યા કેસના આરોપી રાહુલે, લાજપોર જેલમાં બેઠા બેઠા કોઈને વિડીયો કોલ કર્યા હોવાનો ફોટો વાયરલ થઈને સામે આવ્યો છે. થોડાક સમય પૂર્વે લાજપોર જેલમાંથી આરોપી રાહુલના ફોટા વાયરલ થતા સચિન પોલિસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે. પોલીસ ફકિયાદ સંદર્ભે જો ઊંડાણપૂર્વકની તપાસ કરવામં આવે તો હત્યા કેસના આરોપી રાહુલને જેલમા કોણ છાવરી રહ્યું છે, કોના આર્શીવાદ છે વગેરે વિગતો બહાર આવે તેવી સંભાવના છે. જો કે હાલમાં જે વિડીયોકોલના ફોટા વાયરલ થઈને સામે આવ્યા છે તે કયારના છે તે જાણી શકાયું નથી પરંતુ લાજપોર જેલની બેરેકમાંથી કોલ કરાયો હોવાનુ સામે આવ્યુ છે.
આ પણ વાંચોઃજુઓ વીડિયો, નર્મદા નદીના ઘસમસતા વહેણમાં નર્મદેશ્વર મહાદેવ વહી ગયુ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
