Katch: પામતેલ ભરેલા ટેન્કરનો અકસ્માત, તેલ લેવા કેલ્બા લઈને પહોંચી ગયા લોકો, જુઓ Video

Katch: પામતેલ ભરેલા ટેન્કરનો અકસ્માત, તેલ લેવા કેલ્બા લઈને પહોંચી ગયા લોકો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:40 PM

કચ્છના રાપરના ગાગોદર નજીક આવેલા મેવાસા પાટિયા પાસે ટેન્કર પલટી ગયું હતું. જે બાદ લોકો ઢોળાતું તેલ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.

કચ્છથી (Kutch) માનવ સ્વભાવનું ઉદાહરણ પૂરું પાડતી એક ઘટના સામે આવી છે. આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહેતી હોય છે. અને તેના વિડીયો પણ વાયરલ (Viral Video) થતા રહેતા હોય છે. જ્યાં અકસ્માતમાં માલ-સામાન લેવા માટે લોકો પડાપડી કરી મુકતા હોય. કચ્છના રાપરના ગાગોદર નજીક આવેલા મેવાસા પાટિયા પાસે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સ્થાને ટેન્કર પલટી (Truck Accident) ગયું હતું. જે બાદ લોકો ઢોળાતું તેલ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે ટેન્કર કંડલાથી રાધનપુર જતું હતું. આ ટેન્કરમાં પામતેલ ભરેલુ હતું. ઓઈલ સાથે ટેન્કર પલટી ગયું અને ત્યાં જ અંદરથી પામતેલ ધોલાવા લાગ્યું હતું. જોતજોતામાં તે લેવા માટે ઘણા લોકો ત્યાં ઉમટ્યા હતા. સ્થાનિક લોકો તેલ માટે દોડાદોડી કરતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે.

આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તાજેતેરમાં જ રાજકોટ હાઇવે પર પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ફરક એટલો હતો કે આ અકસ્માતમાં દારૂની બોટલો માટે લોકોએ પડાપડી કરી હતી. બૂટલેગરો દારુ ભરીને ગાડી લઇ જતા હતા. ધોળા દિવસે અને ખુલ્લેઆમ થઈ રહેલી આ હેરાફેરી ત્યારે સામે આવી જ્યારે ગાડીનો અક્સમાત થયો અને લોકો તેને લેવા ઉમટી પડ્યા. આ ઘટનાનો પણ વિડીયો સામે આવ્યો હતો.

 

આ પણ વાંચો: Jamnagar: મહાનગરપાલિકાએ લીધો મોટો નિર્ણય, વેક્સિન નહીં તો આ સ્થળોએ પ્રવેશ નહીં

આ પણ વાંચો: Amreli : ખાંભામાં શહેરની સોસાયટીમાં સિંહ આવી જતા ફફડાટ, ગાયનો શિકાર કરતો વિડીયો થયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">