Jamnagar: મહાનગરપાલિકાએ લીધો મોટો નિર્ણય, વેક્સિન નહીં તો આ સ્થળોએ પ્રવેશ નહીં

અમદાવાદ બાદ હવે જામનગરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાએ વેક્સિન વગર જાહેર સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:59 PM

અમદાવાદ બાદ હવે જામનગર મહાનગરપાલિકાએ વેક્સિનેશનને લઈને મોટો નિર્ણય કર્યો છે. જાહેર સ્થાનો પર પ્રવેશ માટે વેક્સિન ફરજીયાતનો નિર્ણય લેવામાં આવ્યો. પાલિકાના બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, અને મહાનગરપાલિકાની કચેરીમાં પ્રવેશ માટે રસી ફરજિયાત રહેશે. વેક્સિનનો પ્રથમ કે બંને ડોઝ લીધા હશે તો જ આ સ્થાનોએ પ્રવેશ મળશે. જેણે વેક્સિન લીધી નહીં હોય તેને પ્રવેશ મળશે નહીં.

તમને જણાવી દઈએ કે મહાનગરપાલિકાની કચેરી, બાગબગીચા, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમા પ્રવેશ માટે કોરોનાની વેકસીન ફરજીયાત રહેશે. આ નિર્ણય પર શુક્રવારથી અમલ કરાશે. આ સ્થાનોએ જવા માટે વેક્સિનેશનનું સર્ટીફિકેટ બતાવવું પડશે. અને સર્ટીફિકેટ બતાવ્યા બાદ જ આ સ્થાનોમાં પ્રવેશ અપાશે. અમદાવાદ બાદ જામનગર મહાનગર પાલિકા દ્રારા કોરોનાની વેક્સિન ફરજીયાત કરવામાં આવી છે. શહેરમાં વેક્સિનનું પ્રમાણ વધે અને લોકો મોટા પ્રમાણમાં હવે જાગૃત બનીને વેક્સિન લે તે અર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

થોડા દિવસો અગાઉ જ અમદાવદામાં પણ AMC દ્રારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પાલિકાના સ્થાનો, બસ, બગીચામાં વેક્સિન ફરજીયાત કરવામાં આવી હતી. ઉપરાંત રેસ્ટોરન્ટ અને હોટલમાં પણ વેક્સિનને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. અને વેક્સિન લીધી હોય તેને જ પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Amreli : ખાંભામાં શહેરની સોસાયટીમાં સિંહ આવી જતા ફફડાટ, ગાયનો શિકાર કરતો વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો: Surendranagar : સાયલાના નાગડકા ગામમાં જમીન વિવાદમાં ફાયરિંગ, એક યુવકની હત્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">