KUTCH : નવરાત્રિમાં છુટછાટને પગલે હેન્ડીક્રાફટના વેપારીઓમાં આશાનો સંચાર, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું વેચાણ વધે તેવી આશા

|

Sep 25, 2021 | 5:06 PM

કોરોના મહામારીના પગલે અનેક ધંધાઓ મુશ્કેલી વચ્ચે ટકી ગયા હતા. ખાસ કરીને નવરાત્રી દરમ્યાન કચ્છી ટ્રેડીશનના ચણીયાચોળી અને અન્ય કપડાઓની ભારે ડીમાન્ડ દર વર્ષે રહેતી, જોકે ગત વર્ષમાં નવરાત્રીની ઉજવણી જ રદ્દ કરતા વેપારીઓને મોટો આર્થીક ફટકો પડ્યો હતો.

KUTCH : નવરાત્રિમાં છુટછાટને પગલે હેન્ડીક્રાફટના વેપારીઓમાં આશાનો સંચાર, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું વેચાણ વધે તેવી આશા
KUTCH: Handicraft traders hope for increased sales of handicraft items following Navratri relaxation

Follow us on

કોરોના મહામારીના પગલે સરકારે લગાવેલા કડક નિયમોથી અનેક વ્યવસાય પર તેની અસર પડી હતી. ખાસ કરીને નવરાત્રીની ઉજવણી સરકારે બંધ રાખતા હેન્ડ્રીક્રાફ્ટની ખરીદી ઘટી હતી. કચ્છી યણીયાચોળીની કચ્છ સહિત ગુજરાતભરમાં ડીમાન્ડ રહેતી, ત્યારે ચાલુ વર્ષે સરકારે છુટછાટ આપતા વેપારીઓને સારા વેચાણની આશા છે.

ગત વરસે વેપારીઓને પડયો હતો આર્થિક ફટકો

કોરોના મહામારીના પગલે અનેક ધંધાઓ મુશ્કેલી વચ્ચે ટકી ગયા હતા. ખાસ કરીને નવરાત્રી દરમ્યાન કચ્છી ટ્રેડીશનના ચણીયાચોળી અને અન્ય કપડાઓની ભારે ડીમાન્ડ દર વર્ષે રહેતી, જોકે ગત વર્ષમાં નવરાત્રીની ઉજવણી જ રદ્દ કરતા વેપારીઓને મોટો આર્થીક ફટકો પડ્યો હતો. જોકે ચાલુ વર્ષે 100 ટકાથી ઉપર ધંધો થશે તેવી વેપારીઓને આશા છે. કચ્છી ભરત સાથે અરજખ બાટી પ્રિન્ટના કપડાઓની ચાલુ વર્ષે ડીમાન્ડ અને વેચાણની વેપારીઓને આશા છે. ખાસ કરીને બાળકોના કપડાનુ વેચાણ વધશે તેવું વેપારીઓ માની રહ્યા છે. અને સરકારે છુટછાટ આપતા ફરી વેપાર જીવંત બનશે. સામાન્ય દિવસોમાં કચ્છની બજારમાં લાખો રૂપીયાની ખરીદી નવરાત્રી ગરબા માટે થતી તો ઓનલાઇન ખરીદી પણ વધી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વરસે વેચાણ વધે તેવી વેપારીઓને આશા

કચ્છી ભરતકામ અને કાપડમાં તૈયાર થયેલા ચણીયાચોળી નવરાત્રી દરમ્યાન ભારે ડીમાન્ડમાં હોય છે. પરંતુ ન નવરાત્રી કે ન પ્રવાસીઓની છુટછાટ તેવામાં કચ્છના આ વેપાર ઉપર તેની મોટી અસર હતી. તેવામાં સરકારે નવરાત્રીની છુટ આપતા બે વર્ષમાં ગયેલા નુકશાનના વડતરની વેપારીઓને આશા છે. અને નવરાત્રી દરમ્યાન ગ્રાહકોની મોટી ભીડને આકર્ષવા માટે વેપારીઓ સજ્જ બન્યા છે.

નોંધનીય છેકે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે અનેક ધંધા-રોજગારને અસર પડી છે. જેમાં નાના વેપારીઓની તો આર્થિક હાલત પણ કફોડી બની છે. ત્યારે હવે કોરોના મહામારી હળવી બનતા વેપારધંધા ફરી ધમધમતા થયા છે. અને, નવરાત્રિમાં સરકાર દ્વારા છુટછાટમાં વધારો કરાતા વેપારીઓને નવી આશા જાગી રહી છે.

આ પણ વાંચો : Maharashtra Rain: રવિવારથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં શરૂ થશે ભારે વરસાદ, બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી 12 કલાકમાં લેશે ચક્રવાતનું રૂપ

આ પણ વાંચો : GUJARAT : અમેરિકા અને કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલા વિદ્યાર્થીઓ વિદેશ જશે ?

Next Article