Maharashtra Rain: રવિવારથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં શરૂ થશે ભારે વરસાદ, બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી 12 કલાકમાં લેશે ચક્રવાતનું રૂપ

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી કૃષ્ણાનંદ હોસાલીકરે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ક્ષેત્ર વધુ તીવ્ર બની શકે છે. આગામી 12 કલાકમાં તે ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

Maharashtra Rain: રવિવારથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં શરૂ થશે ભારે વરસાદ, બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી 12 કલાકમાં લેશે ચક્રવાતનું રૂપ
રવિવારથી સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 4:57 PM

રવિવારથી ફરી એકવાર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ (Rain in Maharashtra) થવાની છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થઈ ગયો છે. આગામી 12 કલાકમાં તે ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. તેના કારણે વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. તેની અસર કોંકણ અને મુંબઈમાં પણ દેખાશે અને અહીં પણ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. ભારે વરસાદનું જોર  26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ નિષ્ણાત કૃષ્ણાનંદ હોસાલીકરે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ક્ષેત્ર વધુ તીવ્ર બની શકે છે. આગામી 12 કલાકમાં તે ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. આગામી 24 કલાકમાં તે ઓડિશાના કિનારે આગળ વધશે. મહારાષ્ટ્રમાં પણ તેની અસર દેખાશે. જેના કારણે આગામી ચારથી પાંચ દિવસ ગાજવીજ સાથે અનેક સ્થળોએ મુશળધાર વરસાદની સંભાવના છે. ખાસ કરીને રવિવારથી વરસાદની તીવ્રતા વધશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ વખતે ચોમાસુ મોડું પાછું ફરશે

આ વખતે ચોમાસાના પાછા ફરવામાં  પણ વિલંબ થવાની ધારણા છે. રાજસ્થાનથી ચોમાસું પાછુ ફરશે.  7 થી 8 ઓક્ટોબરની આસપાસ ચોમાસુ પાછું ફરવાનું  શરૂ કરશે.

દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની સંભાવના છે

વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં મહત્તમ વરસાદ થશે

બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનવાની અસર મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં દેખાવા જઈ રહી છે. તે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આ કારણે રવિવારથી મહારાષ્ટ્રના ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ કારણે, ક્યાંક મુશળધાર વરસાદ પડશે અને ક્યાંક ખૂબ જ ભારે વરસાદ પડશે. તેની અસર વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં મહત્તમ રહેશે. તેની અસર કોંકણ પ્રદેશ અને મુંબઈમાં પણ દેખાશે. આ આગાહી મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી શુભંગી ભૂતે દ્વારા કરવામાં આવી છે.

બીજી તરફ ગુજરાતમાં પણ આ મહીનામાં (સપ્ટેમ્બર મહીનામાં) સારો એવો વરસાદ પડી ગયો છે. જ્યા દુષ્કાળના ડાકલાં વાગી રહ્યા હતા ત્યા આજે નદી-નાળા છલકાઈ ચુક્યા છે. પુરા ચોમાસાનો ટાર્ગેટ મેઘરાજાએ ફક્ત થોડા દીવસોમાં જ પુરો કર્યો છે. કેટલીક જગ્યાએ મેઘમહેરને મેઘકહેરમાં ફેરવાતી જોઈ શકાય હતી. ગુજરાતના રાજકોટ અને જામનગર  જીલ્લામાં અતિવૃષ્ટીથી લોકોની હાલત કફોડી બની હતી. અવિરત વરસાદથી જાન-માલનું પારાવાર નુક્સાન વેઠવુ પડ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં પણ અગાઉ પુરની સ્થીતી સર્જાય હતી. અતિ વરસાદના કારણે લોકોના ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેને કારણે ઘણુ જ નુક્સાન વેઠવુ પડ્યું હતુ. માટે વરસાદની આગાહી લોકોમાં આનંદની લાગણી ઉત્પન્ન ચોક્ક્સ કરે છે પરંતુ મેઘમહેર જ્યારે મેઘકહેર બને છે ત્યારે લોકો ચિંતાતુર બને છે.

આ પણ વાંચો  :  કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઈને જાહેર કરવામાં આવી ગાઈડલાઈન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">