કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર નડિયાદની કંપનીનો માલીક રાજ્ય બહાર ભાગી જાય તે પહેલાં બનાસકાંઠાથી ઝડપાયો

|

May 22, 2022 | 3:03 PM

નડિયાદ શહેરમાં ઓફિસ ધરાવતી માસ્ટર ડિજિટલ નામની એજન્સી લોકો પાસે રૂપિયા લઇ રોકાણ કરાવવાના નામે અલગ-અલગ ડિજિટ નંબર આપી એન્ટ્રી કરાવતી હતી અને ગ્રાહકોને તેમના એકાઉન્ટમાં વોલેટમાં રૂપિયા પાછા આપવાની બાંહેધરી આપતી હતી.

કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર નડિયાદની કંપનીનો માલીક રાજ્ય બહાર ભાગી જાય તે પહેલાં બનાસકાંઠાથી ઝડપાયો
Owner of Nadiad company nabbed from Banaskantha

Follow us on

લોભામણી સ્કીમો આપી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર નડિયાદ (Nadiad) ની માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલીકને બનાસકાંઠા (Banaskantha) લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. 21 હજાર લોકો સાથે અંદાજીત 150 કરોડની છેતરપિંડી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. નડિયાદની માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ડેટા એન્ટ્રીના નામે 21 હજાર લોકોને 25થી 90 હજારની આઈડી આપી લોકો પાસેથી અંદાજીત 150 કરોડની છેતરપિંડી આચરી હતી. નડિયાદની પ્રાઇવેટ લિમિટેડ કંપની અનેક લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ ત્રણ માસથી નાણાં આવવાના બંધ થઈ જતા આખરે હોબાળો મચ્યો હતો.

નડિયાદની માસ્ટર ડિજિટલ કંપનીમાં બે વર્ષથી ડેટાનો વ્યવસાય શરૂ કર્યો તે મોબાઇલમાં પણ માસ્તર ડિજિટલ એપ્લિકેશન બનાવાઈ હતી. જે વ્યક્તિને ડેટા એન્ટ્રીનું કામ કરવું હોય તે વ્યક્તિએ રૂપિયા 25થી 90 હજાર ભરીને જુદા જુદા ડેટાનું કામ આપવામાં આવતું. જે વ્યક્તિ વધારે રૂપિયા પડે તેને વધારે વળતરની લાલચ આપવામાં આવતી. શરૂ શરૂમાં સારું વળતર મળતું હોય એ લોકોએ લાખો રૂપિયાનું આ કંપનીમાં રોકાણ કર્યું હતું. પરંતુ છેલ્લા ત્રણ માસથી લોકોના પૈસા આવવાના બંધ થઈ જતા આખરે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જ્યારે કંપનીનો માલિક અને તેની પત્ની બંને ફરાર થઈ ગયા હતા. જોકે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે ધાનેરા બોર્ડર પરથી લોકલ ક્રાઇમ બ્રાંચે પતિ પત્ની ને ઝડપી લીધા હતા. જોકે ગુજરાતથી રાજસ્થાનમાં કંપનીના માલિકનો ભાગવાનો પ્લાન હતો અને બાતમીના આધારે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર દંપતિ લોકલ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયુ હતું.

લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી ધરપકડ મામલે બનાસકાંઠા પોલીસે નડિયાદ પોલીસને પણ જાણ કરી છે. આરોપી પકડાઈ જતાં હવે લોકોએ રોકેલા પોતાના નાણાં પરત આવે છે કે કેમ અને પોલીસ આ મહાઠગ પાસેથી કેટલા નાણાં રિકવર કરશે તે જોવાનું રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરમાં ઓફિસ ધરાવતી માસ્ટર ડિજિટલ નામની એજન્સી લોકો પાસે રૂપિયા લઇ રોકાણ કરાવવાના નામે અલગ-અલગ ડિજિટ નંબર આપી એન્ટ્રી કરાવતી હતી અને ગ્રાહકોને તેમના એકાઉન્ટમાં વોલેટમાં રૂપિયા પાછા આપવાની બાંહેધરી અપાઈ હતી. લોકોને તેનું વળતર મોબાઈલ એપના વોલેટમાં આપતું હતું. જોકે ડિસેમ્બર મહિના બાદ એપના વોલેટમાં રૂપિયા જમા થવાનું બંધ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોના રૂપિયા પાછા આવતા ન હોવાના કારણે ગ્રાહકો માસ્ટર ડિજિટલ એજન્સીની ઓફિસના ધક્કા ખાતા હતા. જોકે સંતોષકારક જવાબ ન મળતા અને પોતાના રૂપિયા પાછા ન મળતા ગ્રાહકો દ્વારા આજે ઓફિસમાં હોબાળો કરાયો હતો. ઘટનાને પગલે રૂરલ પોલીસે માસ્ટર ડિજિટલ એજન્સીની ઓફિસે આવીને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી.

Published On - 3:00 pm, Sun, 22 May 22

Next Article