જમ્મુ કાશ્મીરમાં શહીદ જવાન ખેડાના હરીશ પરમારનો પાર્થિવ દેહ વતન લવાશે, વણઝારીયા ગામ શોકમગ્ન
જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં હરીશ પરમારની આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી.જેમાં દેશની રક્ષા કરતા કરતા હરીશ પરમારે શહીદી વ્હોરી હતી
જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) પૂંછ સેક્ટરમાં શહીદ થયેલા ખેડા( Kheda) જિલ્લાના જવાનનો(Jawan) પાર્થિવ દેહ આજે વતન લવાશે.કપડવંજના વણઝારીયા ગામના વતની હરીશ પરમાર(Harish Parmar) આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે.જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં હરીશ પરમારની આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી.જેમાં દેશની રક્ષા કરતા કરતા હરીશ પરમારે શહીદી વ્હોરી હતી
મહત્વનું છે કે 25 વર્ષિય હરીશ પરમાર 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા અને તેઓનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થયું હતું.ત્યારે ઘરનો યુવાન દીકરો શહીદ થયાના સમાચાર મળતા પરિવારના માથે આભ ફાટ્યું છે.તો પચ્ચીસોની વસતી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે.
આ પણ વાંચો : વડોદરા : ધર્માંતરણ અને હવાલા કેસના આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉમરને સાત દિવસના રિમાન્ડ
આ પણ વાંચો : Coal Shortage: ઓક્ટોબર મહિનામાં વીજળીનું સંકટ કેમ વધ્યું, વાંચો શું કહે છે આ ખાસ અહેવાલ