Monsoon 2022 : ખેડા જિલ્લામાં વરસાદે સર્જી તારાજી, વીજ પોલ પડતા એક વૃદ્ધનું થયુ મોત

|

Jun 27, 2022 | 2:34 PM

ખેડા (Kheda) જિલ્લાના કપડવંજના ગામોમાં વરસાદ (Rain) સાથે ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ગઈકાલે મોડી રાત્રે ખેડા જિલ્લામાં અતિભારે પવનને કારણે કપડવંજ પંથકમાં નુકસાન પહોંચ્યું છે.

Monsoon 2022 : ખેડા જિલ્લામાં વરસાદે સર્જી તારાજી, વીજ પોલ પડતા એક વૃદ્ધનું થયુ મોત
ખેડામાં વીજળી પડતા એકનું મોત

Follow us on

ગુજરાતમાં (Gujarat) ગઇકાલે વરસેલા વરસાદે (Rain) ભારે તારાજી સર્જી છે. અમદાવાદ ખેડા (Kheda), રાજકોટ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ નુકસાન થયુ છે. ખાસ કરીને ખેડા જિલ્લાના કપડવંજના ઘણા ગામોમાં વૃક્ષ ધરાશાયી થવાની તો ક્યાંક વીજ પોલ પડવાની ઘટના બની છે.

ખેડા જિલ્લાના કપડવંજના ગામોમાં મિની વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ગઈકાલે મોડી રાત્રે ખેડા જિલ્લામાં અતિભારે પવનને કારણે કપડવંજ પંથકમાં નુકસાન પહોંચ્યું છે. ભારે પવનને કારણે કપડવંજ તાલુકાના નિરમાલીના મુવાડા ગામે તથા તેના આજુબાજુના વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. નિરમાલીના મુવાડા, દુધાથલ લાટ, મુખીના મુવાડા,અલવાના મુવાડા અને સુલતાનપુરમાં ભારે પવનથી નુકશાન થયું છે. નાના નાના ઝૂંપડાઓના છાપરા પવનમાં ઉડી ગયાં હતાં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વીજપોલ પડતા એક વૃદ્ધનું મોત

કપડવંજના નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વૃદ્ધનું થયું મોત થયું હતું. પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે અચાનક પવન આવતા ઘરની બહાર ઉભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થયો હતો. જવાનસિંહ પરમાર નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વહીવટીતંત્રમાંથી એક ટીમ ગામ ન સાથે સાથે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. મૃતક જવાનસિંહ પરમારના મૃતદેહને પીએમ અર્થે કપડવંજ ખસેડવામાં આવ્યો હતો.

હજુ પણ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે વલસાડ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.જ્યારે 29 અને 30 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.29 જૂને ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગર ભારે વરસાદ વરસી શકે છે.. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને હળવો વરસાદ પડશે.

Next Article