AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: વિશ્વમાં સૌથી ઉંચાઈ ઉપર ઉડતા દુર્લભ સારસ ક્રેનનું રહેઠાણ છે પરિયેજ વિસ્તાર, 900થી વધુ સારસ છે સુરક્ષિત

ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ સારસ ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લામાં છે. આ પ્રજાતિ કુદરતી વેટલેન્ડ્સ બાદ પ્રજનન વસાહત તરીકે ડાંગરના ખેતરોને પસંદ કરે છે. એક સમયે સારસ (Crane) ક્રેનની વસતી ભારતનાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પાયે ફેલાયેલી હતી,

Kheda: વિશ્વમાં સૌથી ઉંચાઈ ઉપર ઉડતા દુર્લભ સારસ ક્રેનનું રહેઠાણ છે પરિયેજ વિસ્તાર, 900થી વધુ સારસ છે સુરક્ષિત
Saras crane kheda pariyej
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 11, 2023 | 7:35 PM
Share

ખેડા જિલ્લાના પરિયેજ વિસ્તારમાં સારસ પક્ષીની સંખ્યા સંખ્યા 900 થી વધુ નોંધાઈ છે. વિશ્વમાં માત્ર ભારત અને ઓસ્ટ્રેલિયામાં જ સારસ ક્રેન જોવા મળે છે. વિશ્વનાં સૌથી ઊંચા ઊડતા પક્ષી ભારતીય સારસ ક્રેન (Grus Antigone)ને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) રેડ લિસ્ટ હેઠળ નિર્બળ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

પરંપરાગત રીતે સારસ જળપ્લાવિત વિસ્તારો (વેટલેન્ડ્સ)માં અને માનવીઓ સાથે રહે છે અને ખોરાક તથા પ્રજનન માટે કૃષિ વિસ્તારોનો ઉપયોગ કરે છે. વેટલેન્ડ્સની ઘટતી જતી સંખ્યા અને વર્તમાન વસાહતોનાં વિનાશને કારણે સારસની સંખ્યા ઘટી રહી હોવાનું કહેવામાં આવે છે. આ પ્રજાતિ સંરક્ષિત વિસ્તારની બહાર જોવા મળે છે અને તેનાં અસ્તિત્વ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટે માનવીય સહનશીલતા પર આધારિત છે.

એક સમયે સારસ ક્રેનની વસતી ભારતનાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પાયે ફેલાયેલી હતી, પણ જમીન વપરાશમાં પરિવર્તન આવતાં મોટાં ભાગનાં સારસે પોતાનું કુદરતી નિવાસ ગુમાવ્યું અને પોતાનાં અસ્તિત્વ માટે કૃષિ વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું. ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ સારસ ગુજરાતમાં ખેડા અને આણંદ જિલ્લામાં છે. આ પ્રજાતિ કુદરતી વેટલેન્ડ્સ બાદ પ્રજનન વસાહત તરીકે ડાંગરના ખેતરોને પસંદ કરે છે.

માનવ વસતિ સાથે નજીકથી જોડાયેલા હોવાને કારણે અન્ય પ્રજાતિઓની જેમ સારસને પણ માનવજાતની ગેરમાન્યતા અને વર્તણુંકને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. યુપીએલના સારસ સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને શિક્ષણ આપીને અને તેમની સ્વૈચ્છિક ભાગીદારી દ્વારા સારસ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટની સકારાત્મક અસર જોવા મળી છે. 2015-16માં સારસની વસતિ 500 હતી, જે વધીને 2021-22માં 992 થઈ છે.

સાતમા વર્ષમાં પ્રવેશેલા આ પ્રોજેક્ટે 40 ગામોમાં 88 ગ્રામીણ સારસ સંરક્ષણ ગ્રૂપનું નેટવર્ક ઊભું કર્યું છે. તેનાં દ્વારા 23,000 વિદ્યાર્થીઓ અને 5000થી વધુ ખેડૂતોને સારસ સંરક્ષણ અંગે શિક્ષિત કરવામાં આવ્યા છે. સારસ સંરક્ષણમાં સામુદાયિક ભાગીદારી દ્વારા નિર્મિત આ જાગૃતિ કાર્યક્રમોને કારણે સારસનાં માળામાં અને પ્રજનનમાં વધારામાં સફળતા મળી છે.

સારસનાં માળા તથા વસતિનાં નવા સ્થળો પણ ધ્યાનમાં આવ્યા છે. ખેડૂતો સાથે સંકળાયેલી કંપની હોવાથી યુપીએલ ખેડૂતોને ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (FPC) ની રચના કરીને અને તેમની ઉપજનાં સારા ભાવ અપાવીને તથા વૈવિધ્યીકરણમાં સાથ આપીને તેમને મદદ કરી રહી છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">