AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: વડતાલ ધામ ખાતે થઈ શરદોત્સવની ઉજવણી, હરિભક્તોએ બોલાવી રાસની રમઝટ

સુરત કલાકુંજ ગુણાતીત યુવક મંડળ ધ્વારા શરદોત્સવ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ સહિત આજુબાજુના ગામોના હરિભક્તો, યુવકો, પાઠશાળાના વિદ્યાર્થી, સંતો-ભુદેવ બટુકો, વડતાલ બાળ મંડળના બાળકો રંગબેરંગી વસ્ત્રધારી યુવાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Kheda: વડતાલ ધામ ખાતે થઈ શરદોત્સવની ઉજવણી, હરિભક્તોએ બોલાવી રાસની રમઝટ
વડતાલ ધામ ખાતે થઈ શરદોત્સવની ઉજવણી
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 10, 2022 | 7:56 PM
Share

વર્ષની છેલ્લી પૂનમ શરદ પૂનમની  (Sharad poonam) ઉજવણી ઠેર ઠેર ભારે રંગારંગ રીતે કરવામાં આવી હતી અને ખેલૈયાઓએ ગરબા  (Garba) રમવાનો આ છેલ્લો દિવસ પણ મનભરીને માણ્યો હતો. શરદ પૂનમનું આધ્યાત્મિક મહત્વ પણ અદકેરું છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના  (Swaminarayan Sampraday) મહત્વના તીર્થ સ્થાન ગણાતા વડતાલમાં  (Vadtal) પણ શરદ પૂનમના ઉત્સવમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રાસોત્સવમાં સંતો ભક્તજનો તથા યુવકમંડળ અને બાળમંડળના બાળકો એ રાસની રમઝટ બોલાવી હતી. વડતાલ મંદિરના તૈયાર કરવામાં આવેલ શરદોત્સવ મંડપમાં આચાર્ય મહારાજ, વરિષ્ઠ સંતો તથા હરિભક્તોએ રાષ્ટ્રીગીતના ગાન સાથે રાસોત્સવની શરૂઆત કરી હતી. ત્યારબાદ સમગ્ર મંડળ દ્વારા રાસની રમઝટ બોલાવી હતી.

શરદોત્સવમાં જોડાયા અબાલ વૃદ્ધ

સુરત કલાકુંજ ગુણાતીત યુવક મંડળ દ્વારા શરદોત્સવ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ સહિત આજુબાજુના ગામોના હરિભક્તો, યુવકો, પાઠશાળાના વિદ્યાર્થી, સંતો-ભુદેવ બટુકો, વડતાલ બાળ મંડળના બાળકો રંગબેરંગી વસ્ત્રધારી યુવાનો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સત્સંગી બહેનોએ પણ અલગ અલગ રાસની ગરબાની રમઝટ બોલાવી હતી. રાસ ગરબાના અંતે ઉપસ્થિત હરિક્તોએ દુધ પૌંઆનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ સાથે કર્યો રાસ

ભગવાન સ્વામિનારાયણ તેમના સંત મંડળ સાથે જે રીતે રાસ રમતા હતા, તેની સ્મૃતિ સાથે વડતાલમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવ અંગે વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શરદ પૂનમની રાત્રે સંધ્યા આરતી બાદ ઠાકોરજીને પાલખીમાં પધરાવી મંદિરમાં વાજતે ગાજતે પાલખીયાત્રા નીકળી હતી. મંદિરના પાછળ આવેલ અક્ષર ભુવન પાછળના ભાગે ઉભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા.

જ્યાં આચાર્ય મહારાજશ્રી તથા વરિષ્ઠ સંતોના હસ્તે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા સંતોએ ઠાકોરજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે શાસ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ શરદોત્સવ મહિમા કથાનું રસપાન કરાવ્યું હતું. કથા બાદ શાસ્ત્રી નૌતમપ્રકાશ દાસજી તથા ચેરમેન દેવપ્રકાશ સ્વામી, હરિવલ્લભ સ્વામી વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને ત્યારબાદ સંતો હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. તેમજ ભગવાન અને સંત મંડળે રમેલા રાસની દિવ્ય સ્મૃતિ પણ કરી હતી.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">