Kheda : વડતાલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પક્ષીઓ માટે 5000 પાણીના કુંડા અને માળાનું વિતરણ

ભગવાનને નિરાકાર કહેવાએ મોટું પાપ છે. ભક્તનો દ્વેષ કે દ્રોહ કરનાર કે ભગવાનને નિરાકાર કહેનાર પર ભગવાન કદી રાજી થતા નથી.

Kheda : વડતાલમાં સ્વામિનારાયણ મંદિર  દ્વારા પક્ષીઓ માટે 5000 પાણીના કુંડા અને માળાનું વિતરણ
Kheda: Distribution of 5000 water troughs and nests for birds by Swaminarayan Temple at Vadtal
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:02 PM

Kheda : શ્રી સ્વામિનારાયણ (Swaminarayan)સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામમાં (Vadtal Dham)ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના રક્ષણ માટે પાંચ હજાર પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવતાં પક્ષીવિદોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. દરમાસના પ્રથમ રવિવારે યોજાતી રવિસભામાં યોજાતી વયચનામૃત કથાને કેન્દ્રમાં રાખીને રવિસભા અંતર્ગત વિવિધ સેવા પ્રવૃતિઓ થઈ રહી છે. તેમ મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું.

તેઓએ વચનામૃત ગઢડા પ્રકરણ – 72મા વચનામૃતની વિસ્તુત છણાવટ કરતા જણાવ્યું હતું કે ભગવાનના ભક્તોનો ક્યારેય દ્વેષ કરવો નહી કે તેઓની અવગણના કરવી નહી, ભગવાન સર્વવ્યાપી છે પણ નિરાકાર નથી. ભગવાન આકાર સ્વરૂપે છે. ભગવાનને નિરાકાર કહેવાએ મોટું પાપ છે. ભક્તનો દ્વેષ કે દ્રોહ કરનાર કે ભગવાનને નિરાકાર કહેનાર પર ભગવાન કદી રાજી થતા નથી. આજની સભામાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા વિતરણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતના સ્પેરોમેનનું બિરૂદ પામેલ જગતભાઈ કિનખાબવાળાએ જણાવ્યું હતું કે, પોતાને બુધ્ધિશાળી માનતા માણસને કારણે પર્યાવરણનું સમતુલન ખોરવાઈ ગયું છે.

વૃક્ષ નિકંદનના કારણે ચકલી જેવા પક્ષીઓ નામશેષ થઈ રહ્યા છે. માણસ પૃથ્વીનો માલિક હોય તેવો વર્તાવ કરી રહ્યો છે. તેઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવેલ છે. એક સમય એવો આવશે કે ચકલી બચાવવાનું તો બાજુએ રહેશે પણ માણસ બચાવવો પડશે ! કારણ કે, પશુપક્ષી કે વૃક્ષોનું મહત્ત્વ આપણે સમજી શક્યા નથી. અને એક સમય એવો આવશે કે પૃથ્વી બચાવોને માનવજાત બચાવો એવા અભિયાન શરૂ કરવા પડશે. વૃક્ષોના નિકંદનને કારણે વરસાદ ઓછો થઈ રહ્યો છે. તમામ સમસ્યાનું સોલ્યુશન વૃક્ષનું જતન છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સભામાં ર્ડા.સંત સ્વામી, તથા પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામીના હસ્તે હરિભક્તોને પાણીના કુંડા અને પક્ષીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસ.પી.યુનિ.ના કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલ રવિસભામાં વેદાંતના સારરૂપ સરળ રજુઆતને બિરદાવીને ભારતીય જીવન પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો :Grammy Awards 2022 : ભારતીય અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહ અને સંગીતકાર રિકી કેજને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, આ કેટેગરી માટે મળ્યો એવોર્ડ

આ પણ વાંચો :78 વર્ષના વૃદ્ધે રાહુલ ગાંધીના નામે કરી પોતાની તમામ મિલકત, કોંગ્રેસ નેતાના વખાણ કરતા કરી આ મોટી વાત

g clip-path="url(#clip0_868_265)">